સેમસંગ ગેલેક્સી A80ની ખરીદી કરતા ગ્રાહકો માટે સારી ખબર સામે આવી છે. કંપનીએ આ ફોનની કિંમતમાં 8 હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ફોનને ગત જૂલાઈ મહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનમાં રોટેટિંગ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં ઓક્ટા-કોર ક્વૉલકોસ સ્નેપડ્રેગન 730 પ્રોસેસર અને 3700mAhની બેટરી આપવામાં આવી છે.
આ ફોન ઓનલાઇન સ્ટોર પર 39,990 રૂપિયામાં મળી રહ્યો છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ આ ફોનની નવી કિંમતને લિસ્ટ કરવામાં આવી છે. આ ફોનની લોન્ચિંગ વખતે કિંમત 47900 રૂ,પિયા હતી, જે તેના 8GB અને 128GB વેરિએન્ટની છે.
સેમસંગ ગેલેક્સી A80નાં બેઝિક સ્પેસિફિકેશન
- આ ફોન એન્ડ્રોઈડ 9 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. ફોનમાં 6.7 ઈંચની ફુલ HD+ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પલે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
- ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 48MPનું પ્રાઈમરી સેન્સર, 8MPનો વાઈડ એંગલ લેન્સ અને 3D ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં ટ્રિપલ પોપ-એપ સેલ્ફી કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4GLTE, વાઈફાઈ 802.11ac, બ્લુટૂથ 5.0,GPS/A-GPS અને USB ટાઈપ-સી પોર્ટ આપવામાં આવ્યું છે.