જાપાનની મલ્ટીનેશનલ ટેકનોલોજી કંપની સોનીએ પોતાના Xperia XZ અને Xperia XZsમાં 8.0 Oreoનું અપડેટ અાપી દીધું છે. સોનીના અા બંને સ્માર્ટફોન ગયા વર્ષે જ લોન્ચ થયા છે. કંપનીએ જણાવ્યું કે Xperia XZ અને Xperia XZsમાં 8.0 Oreo અપડેટ અાવતા તેના ફિચર્સમાં સુધારો થશે.
જો તમારી પાસે અા બંનેમાથી કોઈ પણ સ્માર્ટફોન હોય તો તમને ફર્મવેયર વર્જન 41.3.A.0.401 સાથે અેક નવું સોફ્ટવેર મળશે, અા અપડેટ સોફ્ટવેર
1.2 GBનું છે. અા ફિચર્સમાં એપ શોર્ટકટ, સ્માર્ટ ટેક્સ સિલેક્શન અને ઓટો ફિલ ફિચર્સનો સમાવેશ થાય છે.કંપનીએ અા સાથે સાથે બંને સ્માર્ટફોનમાં સિક્યોરિટી પેચ પણ અાપી દીધા છે.