આપણામાંથી લગભગ બધાજ હવે સોશિયલ મીડિયાનો રોજ બરોજના જીવનમાં ઉપયોગ કરતા રહીયે છીએ. આપણે નાની નાની વાતો શેર કરતા રહીયે છીએ. Facebook છેલ્લાં કેટલાય સમયથી રાઝ કરે છે દરેક ઉંમરના લોકો Facebookનો ઉપયોગ ખુબજ સરળતાથી અને રોજબરોજ કરે છે પણ શું તમે જાણો છો કે આ Facebookના ડેટાબેઝમાંથી તમારી ઘણી બધી માહિતીઓ અનેક લોકો મેળવી શકે છે.
જાણતા અજાણતા Facebook એકાઉન્ટના માધ્યમથી તમે ઘણી બધી એપમાં લોગ ઇન તો કરી લો છો, પરંતુ તેને લોગઆઉટ કરવાનુ ભૂલી જાવો છો, ત્યારે આ મોટી ભુલ તમારા માટે ક્યારેક મુશ્કેલી ઉભી કરી દે છે. જો કે આ ભૂલને કારણે પ્રોફાઇલ યુઝર્સના નામ સહિત બધી જ માહિતી ઘણી બધી એપ અને વેબસાઇટ સાથે શેર થાય છે જે તમારી જાણબહાર હોય છે. તમારા પાસેથી લીધેલી આ જાણકારીનો ઉપયોગ એક મોટા ડેટાબેઝના રૂપમાં થાય છે જે પછી તે મોટી કંપનીઓને વહેંચી દેવામાં આવે છે.આમ તમારી ખુબજ અંગત માહિતી ક્યારે લીક થાય છે તે પણ તમને ખબર નથી પડતી।
Facebookના ઉપયોગ કરતા પહેલા થોડી સાવધાની રાખશો તો તમારો ડેટા કોઈ ચોરી નહિ શકે આ માટે થોડી તકેદારી જરૂરી છે સૌ પ્રથમ તો તમે Facebookના ‘Setting’ ઓપ્શનમાં ક્લિક કર્યા પછી તમને એક લિસ્ટ દેખાશે, જ્યાં ‘App’ ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમને એ બધી જ એપ દેખાશે જેની સાથે તમે ક્યારેકને ક્યારેકFacebook આઇડીથી લોગ ઇન કર્યુ હશે. આ એપમાં શોપિંગ, ગ્રોસરી, ગારમેન્ટસ જેવી અનેક એપ હોય છે, જેનાથી Facebook તમારી દૈનિક પ્રવૃતિઓ પર નજર રાખી શકે છે. આમ, જે પ્રોડક્ટ અને સર્વિસથી યુઝર્સ વધુ પ્રમાણમાં ઇન્ટરેક્ટ થાય છે અને Facebook તે જ પ્રોડક્ટ અને સર્વિસ સાથે જોડાયેલ એડ યુઝર્સને બતાવે છે.
Facebookમાં સિક્યોરિટી અને લોગ ઇન પેજથી તમે જાણી શકો છો કે, તમે તમારા Facebook એકાઉન્ટથી ક્યાં અને કયા ડિવાઇસમાં લોગ ઇન કર્યુ હતુ. Facebook પાસે તમારુ ડિવાઇસ અને તેના લોકેશન સાથે જોડાયેલી અનેક માહિતી હોય છે. આમ, જો કોઇ કારણોસર તમે પબ્લિક કમ્પ્યુટરમાં કે પછી કોઇ પણ બીજા ફોનથી એકાઉન્ટ લોગઆઉટ કરવાનું ભૂલી જાવો છો, ત્યારે લોગ ઇન કરતાની સાથે જ સિક્યોરિટી અને લોગ ઇનમાં જઇને તમે પહેલાની જેમ બધા ડિવાઇસથી એકાઉન્ટ લોગઆઉટ કરી શકો છો.
Facebookનો ઉપયોગ કરતા થોડી તકેદારી રાખો એકાઉન્ટ લોગઆઉટ કરવાનું ક્યારેય ભૂલશો નહીં