દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સે તેની પ્રખ્યાત SUV Safari Stormeની જર્ની અહીં સમાપ્ત થઈ ગઈ. છેલ્લાં 21 વર્ષોથી લોકલ માર્કેટમાં શાનદાર પ્રદર્શન કર્યાં બાદ કંપનીએ આ SUVનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. જો કે, આ અંગે હજી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં નથી આવી.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, કંપનીએ સફારી સ્ટોર્મનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. કંપનીએ વર્ષ 1998માં પહેલીનાર સફારીને ઇન્ડિયન માર્કેટમાં રજૂ કરી હતી, ત્યારથી આ SUVને અનેકવાર અપડેટ કરવામાં આવી છે. વર્ષ 2006માં કંપનીએ Safari Dicorને એકદમ નવા અવતારમાં રજૂ કરી, ત્યારબાદ આશરે 6 વર્ષ પછી વર્ષ 2012માં કંપનીએ Safari Stormeને માર્કેટમાં ઉતારી, જે અત્યાર સુધી વેચાણ માટે અવેલેબલ હતી.
ભલે કંપની દ્વારા આ SUVને ડિસ્કન્ટિન્યૂ કરવા અંગે ઓફિશિયલી કોઈ જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ આ કારનાં વેચાણમાં 74.30%નો ઘટાડો જોવા મળ્યો છે. ગયા મહિને કંપનીએ આ કારનાં ફક્ત 165 યૂનિટ્સ જ વેચાયાં છે. અત્યારે કંપનીની ડિલરશિપ્સ સ્ટોકને ઝડપથી ક્લિયર કરવામાં લાગેલી છે.