નવી દિલ્હી : તમને બજારમાં ઘણા પ્રકારના એસડી (SD) મેમરી કાર્ડ્સ ઓપશન મળે છે. આપણા સ્માર્ટફોન ઉપરાંત આપણે કૅમેરા અને અન્ય ઉપકરણમાં SD મેમરી કાર્ડનો ઉપયોગ કરીએ છીએ. આ એસ.ડી. મેમરી કાર્ડનો ઉપયોગ ડેટા સ્ટોરેજ ઉપરાંત ડેટા ટ્રાન્સફર માટે થાય છે. જો તમે માર્કેટમાં ઉપલબ્ધ એસડી અથવા માઇક્રોએસડી મેમરી કાર્ડ ખરીદવાની પણ યોજના બનાવી રહ્યા છો, તો આ મહત્વપૂર્ણ બાબત તેને ખરીદતા પહેલા જાણવી જોઈએ.
ટાઈમ અને બ્રાન્ડ
જો તમે ડિજિટલ કૅમેરા અથવા સ્માર્ટફોન માટે મેમરી કાર્ડ ખરીદવા જઈ રહ્યાં છો, તો તમારે તેના પ્રકાર વિશે જાણવું જોઈએ. બજારમાં બે મુખ્ય પ્રકારનાં મેમરી કાર્ડ ઉપલબ્ધ છે – એસડીએચસી (સિક્યોર ડિજિટલ હાઇ કેપેસિટી) અને એસડીએક્સસી (સિક્યોર ડિજિટલ એક્સ્ટેંશન કૅપેસીટી). એસડીએચસી મેમરી કાર્ડનો ઉપયોગ મુખ્યત્વે કેમેરા માટે થાય છે. આજકાલ, બજારમાં ઉપલબ્ધ મોટાભાગના મેમરી કાર્ડ એસડીએક્સસી છે, જે નાના માઇક્રોએડ કાર્ડ ઍડપ્ટર સાથે આવે છે. તેને કેમેરા સિવાય સ્માર્ટફોનમાં પણ ઉપયોગ થાય છે.
ક્ષમતાઓ
મેમરી કાર્ડ ખરીદતા પહેલા, તેની ક્ષમતા કેટલી છે તે વિશે આપણે જાણવું જોઈએ, એટલે કે મેમરી કાર્ડમાં કેટલી જગ્યા છે. બજારમાં ઉપલબ્ધ મેમરી કાર્ડ 2 જીબીથી 1 ટીબી મેમરી સ્પેસમાં ઉપલબ્ધ છે. હવે તે આપણી પર નિર્ભર કરે છે કે આપણે આપણી જરૂરિયાત પ્રમાણે કયું મેમરી કાર્ડ ખરીદીએ.
કિંમત
મેમરી કાર્ડની કિંમત પણ એક મોટો પરિબળ હોઈ શકે છે. ઘણી બ્રાંડ્સમાં મેમરી કાર્ડની કિંમત વધુ હોય છે. આ સાથે જ વધુ એક બાબત ધ્યાનમાં લેવી જોઈએ કે, મેમરી કાર્ડ પર વૉરંટી મળી રહી છે કે નહીં. મેમરી કાર્ડ સામાન્યપણે જલ્દી ખરાબ થતું નથી. જો આપણે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરીએ. પરંતુ કેટલીકવાર વાયરસ હુમલાને લીધે મેમરી કાર્ડને નુકસાન પહોંચતું હોય છે, એવામાં રિપ્લેસમેન્ટ વોરંટીવાળા મેમરી કાર્ડને તમે રિપ્લેસ કરાવી શકો છો.