Telecommunication Company Bell:
Telecommunication Company Bell: કંપની વતી સ્પષ્ટતા આપતા, બેલના કોમ્યુનિકેશન ડિરેક્ટર એલન મર્ફી કહે છે કે છટણી અંગે યુનિયન સાથે 5 અઠવાડિયાથી ચર્ચા કરવામાં આવી રહી હતી.
ટેલિકોમ કંપની બેલે તેના 400 થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢીને બધાને ચોંકાવી દીધા છે. આ કર્મચારીઓને ‘સરપ્લસ’ જાહેર કરવામાં આવ્યા હતા અને 10 મિનિટની વિડીયો કોલ મીટિંગ બાદ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
કેનેડિયન પ્રાઈવેટ સેક્ટર યુનિયન યુનિફોરે એક પ્રેસ રિલીઝ જારી કરીને કંપનીએ તેના કર્મચારીઓને જે રીતે નોકરીમાંથી કાઢી મૂક્યા તેની નિંદા કરી અને તેને શરમજનક ગણાવી.
યુનિફોર દાવો કરે છે કે મેનેજર કર્મચારીઓને પ્રશ્નો પૂછવાની મંજૂરી આપ્યા વિના છટણીની સૂચના વાંચે છે. કર્મચારીઓને હટાવવા માટે બેલે માત્ર 10 મિનિટની વર્ચ્યુઅલ ગ્રુપ મીટિંગ કરી અને આ તમામ 400 લોકોને બહારનો રસ્તો બતાવ્યો.
યુનિફોરના ક્વિબેકના ડિરેક્ટર ડેનિયલ ક્લાઉટિયરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારા સભ્યોએ આ ટેલિકોમને વર્ષોથી સેવા પૂરી પાડી છે, ત્યાર બાદ હવે તેમને પિંક સ્લિપ દ્વારા ચૂકવણી કરવામાં આવી રહી છે.
કેનેડિયન ટેલિકોમ કંપની બેલે ફેબ્રુઆરીમાં તેના 9 ટકા કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. કંપનીના સીઇઓ મિર્કો બિબિકે છટણીને કંપની માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી.
બેલના કોમ્યુનિકેશન ડિરેક્ટર એલન મર્ફીએ કહ્યું છે કે અમે છટણીમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવી રહ્યા છીએ. 5 અઠવાડિયા માટે છટણી અંગે યુનિયન સાથે ચર્ચા થઈ હતી. HR તમામ છૂટા કરાયેલા કર્મચારીઓ સાથે પણ વાત કરી રહ્યું છે જેથી તેમને યોગ્ય રકમની સહાય આપવામાં આવે.