ચીનના બીજીંગ ઇંટરનેશનલ એરપોર્ટ ઉપર દેશનુ પહેલુ રોબોટિક પાર્કિંગ સિસ્ટમ બનાવ્યુ છે. જેમાં 8 રોબોટ જલ્દી જ ગાડિઓને પાર્ક કરતા નજરે આવશે. કહેવામાં આવી રહ્યુ છે કે રોબોટિક સિસ્ટમ પાર્કિંગની આ પ્રોસેસમાં ફક્ત એક જ મિનિટ લાગે છે. પાર્કિંગમાં 132 ગાડિ પાર્ક કરી શકાય છે. અત્યારે તો આ સિસ્ટમને ટ્રાઇ કરવામાં આવી રહી છે. અને મેના અંત સુધી આ સિસ્ટમ શરૂ થઇ જશે.
ખુદને રિચાર્જ કરી શકશે રોબોટ
ઇંજીનિયર પ્રભારી બા જનરલએ કહ્યુ છે કે આ રોબોટ એક વાર ચાર્જ કર્યા પછી 6 કલાક સુધી કામ કરી શકે છે. સાથે જ બેટરી ઓછી થવા ઉપર ખુદ પોતાની રીતે ચાર્જિંગ સ્ટેશન પણ જઇ શકે છે.
ક્યુઆર કોડ સ્કેન કરી ગાડીની જાણકારી લગાવી શકાશે
સ્માર્ટ પાર્કિંગમાં ક્યુઆર કોડ લગાવવામાં આવ્યા છે. જો કોઇ વ્યક્તિ ભૂલી જાય તો કાર ક્યા પાર્ક છે એવી સ્થતિમાં ક્યુઆર કોડ સ્કેન કરી કારની જગ્યા જાણી શકાય છે.