ગૂગલ મેપ હવે તેમના યૂજર્સ માટે વધુ ઉપયોગિ સાબિત થશે. પબ્લિક ટ્રાંસપોર્ટ જેવુ કે બસ અને ટ્રેનમાં સફર કરવામાળા યુઝર્સને ગૂગલ મેપ ઉપર એ પણ ખબર પડશે કે તેમા કેટલી ભીડ છે. હાલમાં તો આ નવા અપડેટને કંપની દુનિયાના 200 સીટી અને એન્ડ્રોઈડ અને આઇઓસ યૂઝર્સ માટે આ રજુ કર્યુ છે.
આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આને જલ્દીજ ભારતમાં રજુ કરવામાં આવશે. અત્યાર સુધી ગૂગલની લાઇવ ટ્રાફિક સર્વિસ થોડા શહેરો સુધીજ સીમિત રહેશે અને હવે બાકી સીટી માટે રજુ કરશે. આ પછી કંપની એક બીજુ ફીચર પણ રજુ કરશે જેમાં યુઝર ટ્રેન અને બસમાં ભીડની ખબર પણ જાણી શકશે. ગૂગલ તેની મેપ એપ્લીકેશનમાં નવી પ્રેડિક્શન ટેક્નીકલને રજુ કરશે. આના પછી કંપનીએ બસ અને ટેક્સીની લાઇવ જાણકારી પણ આપશે. રિપોર્ટ અનુસાર યુઝરને હવે આ જાણકારી મળશે કે બસ કેટલી લેટ છે જેથી તે પહેલેથી સતર્ક રહે.