તમે ખુદને ફિટ રાખવા માટે યોગ કરતા હશો વ્યાયામ અને જીમ પણ કરતા હશો. આટલી મહેમત પછી પણ તમારી કેલેરી બર્ન નથી થાતી. તમારૂ બ્લડ પ્રેશર કેવુ છે. તે બતાવવા વાળુ કોઇ નથી. એવામાં પેબલ કંપનીનો કાર્ડિયો ફિટનેશ ટ્રેકર તમારી મદદ કરી શકે છે. પેબલ બ્રાંડનુ આ ફિટનેશ ટ્રેકર કેમ આટલુ ખાસ છે. તમને જણાવીએ.
આ ટ્રેકને યોહો સ્પોટસ એપની સાથે કનેક્ટ કરવામાં આવે છે. જેને QR કોડની મદદથી પણ ડાઉનલોડ કરી શકો છો. તમારે ફક્ત એપ ઇન્સ્ટોલ થયા પછી ફોનનુ બ્લુટુથ ઓન કરવુ રહે અને પછી એપમાં ડિવાઇસ માં જઇ બાઉંડ કરવાનુ છે. એપ ઉપર યુજર તેમની ફિટનેશ એક્ટિવિટી જોઇ શકશો. ટ્રેક ઉપર ફોન, મેસેજ, વોટ્સઅપ અથવા અન્ય એપ્સના નોટિફિશન જોવા માટે તેને ઓન કરી શકો. પ્રોફાઇલમાં તમારી ઉમર, લંબાઇ, વજન નાખી રોજે ફિટનેશને ટ્રેક કરી શકો છો. તેને ચાર્જ કરવા માટે હેલ વાળા બેલ્ટને ઉલ્ટી રીતે અલગ કરી શકાય છે. પછી તેને ફોન ચાર્જર, લેપટોપમાં લગાવી ચાર્જ કરી શકાય.