Vivoએ પોતાનો નવો સ્માર્ટફોન Vivo Y16 લૉન્ચ કરી દીધો છે. કંપનીએ હાલમાં હોંગકોંગમાં Vivo Y16 લોન્ચ કરી છે. Vivo Y16માં 6.51 ઇંચની LCD ડિસ્પ્લે છે અને આ સિવાય તેમાં 5000mAh બેટરી આપવામાં આવી છે. Vivoના આ ફોનમાં 4 GB રેમ સાથે MediaTek Helio P35 પ્રોસેસર આપવામાં આવ્યું છે. Vivo Y16ને ડ્રીઝલિંગ ગોલ્ડ અને સ્ટેલર બ્લેક કલરમાં ખરીદી શકાય છે. હાલમાં, Vivo Y16ની કિંમત અને ઉપલબ્ધતા વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. હાલમાં ભારતમાં પણ Vivo Y16ના લોન્ચના કોઈ સમાચાર નથી, જોકે ફોન ચોક્કસપણે બ્યુરો ઓફ ઈન્ડિયા (BIS) સાઇટ પર જોવામાં આવ્યો છે.
Vivo Y16ની વિશિષ્ટતાઓVivo Y16 માં ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે અને આ સિવાય ફોનમાં Android 12 સાથે Funtouch OS 12 છે. Vivo Y16માં 6.51-inch IPS LCD HD Plus ડિસ્પ્લે છે. આ સિવાય, તેમાં મીડિયાટેક હેલિયો પી35 પ્રોસેસર સાથે 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ છે. Vivo Y16ને 2.0 રેમ એક્સપાંશન પણ મળશે, જેની મદદથી તમે રેમને 1 GB સુધી વધારી શકો છો.Vivo Y16માં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે જેમાં પ્રાથમિક લેન્સ 13 મેગાપિક્સલનો છે અને તેનું અપર્ચર f/2.2 છે. ફોનમાં બીજો લેન્સ 2 મેગાપિક્સલનો છે.
સેલ્ફી માટે, Vivoએ Vivo Y16 માં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે. Vivo Y16ના કેમેરા સાથે પેનોરમા, લાઈવ ફોટો, ટાઈમ લેપ્સ, પ્રો અને ડોક્યુમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.કનેક્ટિવિટી માટે, Vivo Y16 માં 4G LTE, ડ્યુઅલ બેન્ડ Wi-Fi, બ્લૂટૂથ v5, GPS અને GLONASS મળશે. આ Vivo ફોનમાં Type-C ચાર્જિંગ છે. Vivo Y16 10W ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી પેક કરે છે. ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.