આઈડિયા સેલ્યુલરે જિયોને ટક્કર આપવા માટે નવો પ્રીપેઈડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત 998 રૂપિયા છે. જેમા યુઝર્સને 5GB 4G/2G ડેટાની સાથે અનલિમિટેડ વોઈસ કોલ્સ અને 100 એસએમએસ રોજ મળે છે. આ ઓફરની વેલિડિટી 35 દિવસની છે. આ ઓફરને જિયો અને એરટેલના 799 રૂપિયાની ઓફરની વિરુદ્ધમાં રજૂ કરવામાં આવી છે.
આ પેકની સાથે આઈડિયાની મેજિક ઓફર આવી રહી છે. જેના અંતર્ગત પ્રીપેઈડ સબ્સક્રાઈબર્સને 3300 રૂપિયા સુધી કેશબેક મળશે. આ કેશબેક આઈડિયા એપ અથવા વેબસાઈટથી રિચાર્જ કરવા પણ મળશે.
998 રૂપિયાના આઈડિયા પેકમાં 100 યૂનિક નંબરને દર અઠવાડિયે, 1000 મિનિટ પ્રતિ વીક અને 250 મિનિટ પ્રતિ દિવસની વોઈસ કોલિંગ વેલિડિટી છે. લિમિટ પાર કરવા પર યુઝર્સને 1 પૈસા પ્રતિ સેકન્ડના હિસાબથી લોકલ અને એસટીડી કોલ્સ માટે ચાર્જ ચૂકવવો પડશે.
જિયો પોતાની આ ઓફરમાં યુઝર્સને 5GB 4G ડેટા પ્રતિદિવસ આપે છે. આ સાથે યુઝર્સને અનલિમિટેડ કોલ્સ અને એસએમએસ પણ મળે છે. આ પેકની વેલિડિટી 28 દિવસની છે. એરટેલના 799 રૂપિયાના પ્લાનમાં સબ્સક્રાઈબર્સને 3.5GB 4G ડેટા પ્રતિ દિવસ મળે છે. આ પેકની વેલિડિટી પણ 28 દિવસની છે.998 રૂપિયના પેક સાથે આઈડિયા 7GB પ્રતિ દિવસનો બેનિફિટ પ્લાન રજૂ કર્યો છે. તેની વેલિડિટી 35 દિવસની છે. આ પેકની કિંમત 1298 રૂપિયા છે. આ પ્લાન મર્યાદિત સર્કલ માટે ઉપલબ્ધ છે. આ પ્લાન પણ આઈડિયા મેજિક કેશબેક ઓફર સાથે આવે છે. જેમાં 3300 રૂપિયાના રિચાર્જ બેનેફિટ્સ મળે છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.