વોટ્સએપના નવા ફીચર્સ રાખનારી સાઈટ WABetaInfoએ આ અંગે જાણ કરી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી યુઝર્સને લાઈક, લવ, સેડ જેવા 6 ઈમોજી મળતા હતા. પરંતુ, નવા ફીચરથી યુઝર્સ કીબોર્ડ પર આપવામાં આવેલ કોઈપણ ઈમોજી પર પ્રતિક્રિયા આપી શકશે.
મેટાની મેસેજિંગ એપનું આ ફીચર અત્યારે દરેક માટે બહાર પાડવામાં આવ્યું નથી. તે Android અને iOS ના કેટલાક WhatsApp બીટા ટેસ્ટર્સ માટે પણ રિલીઝ કરવામાં આવી રહ્યું છે. વેબસાઇટ અનુસાર, આ ફીચર એન્ડ્રોઇડના WhatsApp બીટા વર્ઝન 2.22.15.6, 2.22.15.7 અને iOS એપ બીટા વર્ઝન 22.14.0.71 માટે રિલીઝ કરવામાં આવી રહ્યું છે.
WABetaInfo એ આ ફીચરને લઈને એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. વેબસાઈટ પર એવું કહેવામાં આવ્યું છે કે તમારા WhatsApp માટે આ ફીચરને કેપેબલ કરવામાં આવ્યું છે તે વેરીફાઈ કરવા માટે તમારે મેસેજ પર રિએક્શન આપવું પડશે.
જો તમને રિએક્શન ટ્રેમાં પ્લસ આઇકોન મળે છે, તો તેનો અર્થ એ છે કે તમે કોઈપણ ઇમોજી સાથે મેસેજ પર પ્રતિક્રિયા આપી શકો છો. રિપોર્ટ અનુસાર, પ્લસ આઇકોન પર ટેપ કરવાથી ઇમોજી કીબોર્ડ WhatsApp એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં આવે છે.
વોટ્સએપ બીટા iOS પર આના માટે અવાઇલેબલ છે. જો કે, નવી મેસેજ રિએક્શન ફીચર હાલમાં માત્ર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે જ મળે છે. એવું માનવામાં આવે છે કે આવનારા સમયમાં તેને વધુ યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે.