ભારતીય એરટલે હાલ તેમના મોર્કેટમાં સ્ટ્રેટજીમાં ઘણો બદલાવ લાવ્યા છે. પ્રીપેડ પોર્ટફોલિયો ઉપર નજર નાખો તો તમને કેટલાક સ્માર્ટ રિચાર્જ પ્લાન, ટોક ટાઇમ પ્લાન્સ, ISD પેક અને કેટલાક કોન્બો પ્લાન પણ છે. અમે તમને કેટલાક ડેટા પ્લાનની જાણકારી પણ અહીં આપીશુ.
28 રૂપિયા વાળો પ્લાનઃ
આ 28 રૂપિયા વાળા પ્લાનમાં ગ્રાહકોને 500MB ડેટા આપવામાં આવશે. કંપનીએ આ પ્લાનની વેલેડિટી 28 દિવસોની રાખવામાં આવી છે.
48 રૂપિયા વાળો પ્લાનઃ
48 રૂપિયા વાળા આ પ્રિપેડ ડેટા પેક 28 રૂપિયા વાળા પ્લાનની તુલનામાં થોડુ જ મોંઘુ છે. તેમાં 3GB ડેટા પણ મળશે. આ પ્લાનની વેલિડીટિ પણ 28 દિવસની રહેશે.
92 રૂપિયા વાળો પ્લાનઃ
આ પ્લાન થોડો અલગ છે. આમાં 7 દિવસની વેલિડીટી દરમિયાન 6GB ડેટા આપવામાં આવ્યા છે. આ પ્લાન તેના માટે વધુ ફાયદાકાર છે જે એક દિવસમાં 600MB થી વધુ ડેટા વાપરતા હોય.
98 રૂપિયા વાળો પ્લાનઃ
એરટેલનો સૌથી મોંઘો પ્લાન એટલે કે 98 રૂપિયા વાળા પ્લાનની વાત કરીએ તો ગ્રાહકોને 6GB ડેટા આપવામાં આવશે. જો કે આની વેલિડીટી પણ 28 દિવસની રહેશે.