નવી દિલ્હી : ચાઇનીઝ વિડિઓ એપ્લિકેશન ટિક ટોક (Tik Tok) ભારતમાં ખૂબ લોકપ્રિય છે. આ એપને ભારતમાં પણ થોડા સમય માટે પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી, પરંતુ બાદમાં કંપનીએ નીતિ બદલવાની સંમતિ આપી અને ફરીથી તેને ભારતમાં પાછા આવવાની મંજૂરી આપવામાં આવી.
ધ ઈન્ટરસેપ્ટનાં એક અહેવાલ મુજબ, ટિક ટોકે તેના મધ્યસ્થીઓને કહ્યું કે એપ્લિકેશન પર કદરૂપા (અગ્લી) દેખાતા લોકોના વીડિયો મૂકવાનું અટકાવવામાં આવે. એટલું જ નહીં, ટિક ટોકમાં ઝૂંપડપટ્ટીવાસીઓ અને ગરીબ લોકોના વીડિયો રોકવાની પોલિસી પણ ટીકટોક પાસે હતી.
અહેવાલ મુજબ, ટિક ટોકની ભેદભાવપૂર્ણ માર્ગદર્શિકા (ગાઇડલાઇન્સ)નો કેટલોક ભાગ લીક થયો હતો. અહીંથી એ પણ પ્રકાશમાં આવ્યું છે કે, દિવ્યાંગ અને એલજીબીટીની પોસ્ટ રોકવાની નીતિ ટિક ટોક પાસે છે.
ઈન્ટરસેપ્ટ અહેવાલમાં જણાવાયું છે કે, ટિક ટોક શરીરના અસામાન્ય આકાર, મેદસ્વીપણું, જુદા જુદા દેખાવ અને કરચલીવાળા ચહેરાવાળા લોકોના વીડિયોને બેન કરવામાં આવતા હતા.
આ અહેવાલમાં આશ્ચર્યજનક બાબત એ છે કે ટિક ટોકની માર્ગદર્શિકામાં એ પણ હતું ગરીબ દેખાતા લોકોના વીડિયોના પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હોવાનો વીડિયો પણ હતો. આ લીક થયેલી ટીક ટોક ગાઇડલાઇન મુજબ, તૂટેલી દિવાલ અથવા જૂની સજાવટવાળા મકાનમાં બનાવેલો વિડીયો સપ્રેસ કરવામાં આવશે.
હવે આ રિપોર્ટ બાદ ટિક ટોકનું નિવેદન પણ આવ્યું છે. ટિક ટોકના પ્રવક્તાએ ધ ઈન્ટરસેપ્ટને કહ્યું છે કે, ‘આ પ્રકારની નીતિ એક સમયે ટિક ટોક પર હતી, પરંતુ તે ગાઇડલાઇનને ગુંડાગીરીથી બચાવવા માટે હતી, જે હવે ઉપયોગમાં નથી આવતી.’
ટિક ટોક દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ માર્ગદર્શિકા અમેરિકન બજાર માટે નહોતી, પરંતુ પ્રાદેશિક હતી. ભારતમાં આવું છે કે નહીં તે સ્પષ્ટ નથી. ડેટા સંગ્રહ અને અશ્લીલ સામગ્રીને લગતી ટિક ટોક અગાઉ પણ પ્રશ્નોના વર્તુળમાં રહી છે.