નવી દિલ્હીઃ ચીનની દુનિયાભરમાં લોકપ્રિય એવી શોર્ટ વોડિયો મોબાઇલ એપ Tiktok એ ભારતમાંથી પોતોના બિઝનેસ હંમેશાની માટે બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય Tiktokની માલિકીની કંપની બાઇટડાન્સે લીધો છે. ભારત સરકારે ચીન સાથેના વિવાદને પગલે ગત વર્ષે જૂનમાં Tiktok અને યુસી બ્રાઉઝર સહિત 59 ચાઇનીઝ મોબાઇલ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. હાલ ચીન સાથે સતત વધી રહેલા તણાવને પગલે ભારતમાં પ્રતિબંધિત કરાયેલા આ ચાઇનીઝ મોબાઇલ એપ ફરી શરૂ થવાની કોઇ શક્યતા દેખાતી નથી. આથી કંપનીએ બિઝનેસ બંધ કરતી ભારતમાંથી વિદાય લેવાનો નિર્ણય નીધો છે.
ચાઇનીઝ ઓનલાઇન વીડિયો એપ Tiktok એ હાલ વિશ્વની સૌથી લોકપ્રિય મોબાઇલ એપ છે અને તેના કરોડો યુઝર્સ છે. ભારત સરકારે દેશમાં Tiktok એપ પ્રતિબંધ મૂકતા તેની માલિકી કંપની બાઇટડાન્સ ભારતમાં પોતાનો બિઝનેસ સમેટી લેવાનો નિર્ણય લીધો છે. જેને પગલે ભારતમાં Tiktokમાં કામગીરી કરતા 2000થી વધારે લોકોની રોજગારી છિનવાઇ જશે.
ઉલ્લેખનિય છ કે, TikTok માટે ભારત સૌથી મોટા બજારો પૈકીનું એક છે અને તેના 20 કરોડથી પણ વધારે એક્ટિવ યુઝર્સ છે.
TikTokના ગ્લોબલ ઇન્ટરિમ હેડ વેનેસા પાપ્પસ અને ગ્લોબલ બિઝનેસ સોલ્યુશનના ઉપપ્રમુખ બ્લેક ચાંડલી એ કર્મચારીઓને મોકલેલ એક ઇમેલમાં કંપનીના નિર્ણય અંગે જણાવ્યુ છે કે, તેઓ ટીમનું કદ ઘટાડી રહ્યા છે અને આ નિર્ણયથી ભારતના તમામ કર્મચારીઓ પ્રભાવિત થશે. તે અત્યંત દુખની વાત છે કે અડધા વર્ષથી પણ વધારે સમય સુધી ભારતમાં અમારા 2000થી વધારે કર્મચારીઓને ટેકો આપ્યા બાદ અમારી પાસે અમારા કાર્યબળને ઘટાડવા સિવાય અન્ કોઇ વિકલ્પ નથી. અમે TikTokને ભારતમાં ફરીથી લોન્ચ કરવાની અને ભારતમાં લાખો યુઝર્સ, કલાકારો, વાર્તાકારો, શિક્ષણશાસ્ત્રીઓ અને આર્ટીસ્ટને ટેકો આપવાની તક પ્રાપ્ત થશે તેવી આશા રાખીયે છીએ. અધિકારીઓએ કંપનીની ભારતમાં રિ-એન્ટ્રી પર અનિશ્ચિતતા વ્યક્ત કરી છે, પરંતુ કહ્યુ કે, આગામી સમયમાં ભારતમાં રિ-લોન્ચિંગની આશા યથાવત્ત છે.