દેશની રાજધાની દિલ્હી અને અન્ય શહેરોના લોકો અત્યારે પ્રદૂષણની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને આંખમાં બળતરા જેવી સમસ્યા પણ પેદા થઈ રહી છે. પ્રદૂષણને કાબૂમાં લેવા સરકાર અનેક નક્કર પગલા પણ લઈ રહી છે. કારમાં ટ્રાવેલ કરનારાઓની સરખામણીએ બાઇક અને સ્કૂટર પર જતા લોકો પ્રદૂષણનો વધુ ભોગ બને છે અને તેમની પાસે પ્રદૂષણથી બચવા માટે એકમાત્ર હેલ્મેટ જ હોય છે. જો કે, હેલ્મેટ પણ પૂરતું અસરકારક નથી. આવી સ્થિતિમાં, લોકોને પ્રદૂષણથી બચાવવા માટે મેવોક્સ હેલ્મેટ્સે એક નવું હેલ્મેટ લોન્ચ કર્યું છે, જે પ્રદૂષણ સામે સુરક્ષા આપી શકે છે.
ક્યાંથી ખરીદી શકાશે?
કંપની મેવોક્સે હેલ્મેટની એક નવી સિરીઝ લોન્ચ કરી છે, જેમાં એક્ટિવેટેડ કાર્બન એર ફિલ્ટર આપવામાં આવ્યું છે. મેવોક્સનું કહેવું છે કે, આ નવું હેલ્મેટ દૂષિત હવાને 93% સુધી ફિલ્ટર કરી શકે છે. આ હેલ્મેટ્સને તમે કંપનીની ડિલરશિપ્સ અને ઓનલાઇન ફ્લિપકાર્ટ અથવા એમેઝોન પરથી ખરીદી શકો છો. કંપનીનું કહેવું છે કે આ હેલ્મેટ ખાસ કરીને એવા લોકોના સ્વાસ્થ્ય પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે બહુ ટ્રાવેલ કરે છે. આ હેલ્મેટ રાઇડરને ફિઝિકલ સેફ્ટી તો આપે જ છે પણ સાથે હવામાં રહેલા ટોક્સિન પોલ્યુટન્ટ્સથી પણ બચાવે છે.
ફીચર્સ
એક્ટિવેટેડ કાર્બન એક્ટિવેટેડ ચારકોલ નામથી પણ ઓળખાય છે. આ એક્ટિવેટેડ ચારકોલ હવામાં રહેલા નુકસાનકારક એરબોર્ન પાર્ટિકલ્સ (PM 2.5 અને PM10), કેમિકલ અને ગેસને શોષી લે છે અને પછી તેમને પાછા વાતવરણમાં નથી આવવા દેતા. તેનાથી રાઇડરને શ્વાસ લેવા માટે સ્વચ્છ હવા મળી જાય છે. Activated Carbon Filter Mavox FX 30 Helmetsની એક ખાસ વાત એ છે કે તમે તેનાં એર ફિલ્ટરને કાઢીને ધોઇને સાફ પણ કરી શકો છો. આ હેલ્મેટના બે મોડલ અવેલેબલ છે, જેમાં FX30 MAX (Mono)ની કિંમત 2,565 રૂપિયા છે અને FX30 MAX D1P (Graphical)ની કિંમત 2,999 રૂપિયા છે.