નવી દિલ્હી : ગૂગલ તેના પ્લે સ્ટોરની સુરક્ષા અને યુઝરની ગોપનીયતા વિશે મોટા દાવા કરે છે, પરંતુ સમયાંતરે આવી એપ્સ પ્લે સ્ટોરમાં મળી આવે છે જે યુઝરની ગોપનીયતા માટે જોખમી છે.
સાયબર સિક્યુરિટી ફર્મ અવાસ્તના જણાવ્યા અનુસાર ગૂગલ પ્લે સ્ટોર પર આવી ઓછામાં ઓછી 17 એપ્સ ટ્રોજન પરિવારનો ભાગ છે. હિડ્ડએડ્સ અભિયાન અંતર્ગત ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના વપરાશકર્તાઓને આ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે.
અવાસ્ત અનુસાર, આ એપ્લિકેશન્સ જુગારની એપ્લિકેશન્સ જેવી લાગે છે, પરંતુ તે એવી જાહેરાતો બતાવવા માટે રચાયેલ છે કે જે વપરાશકર્તાઓની વ્યક્તિગત માહિતી ચોરી શકે. સૌથી ખતરનાક એ છે કે આવી ટ્રોજન એપ્લિકેશનો તમારા ફોનમાં એવી જાહેરાતો બતાવશે કે જેને તમે અવગણી શકશો નહીં.
ગૂગલ પ્લે સ્ટોર પર જુદી જુદી ડેવલપર્સ દ્વારા આવી 17 એપ્સ અપલોડ કરવામાં આવી છે અને 1.5 કરોડ વખત ડાઉનલોડ થઈ છે. આ એપ્સ વિશે વાત કરીએ તો તેમાં Skate Board, New, Find Hidden Differnces, Spot hidden differnces,Tony shoot – new stacking guys જેવી એપ્લિકેશન્સનો સ અમાવેશ થાય છે.