TVS મોટર કંપનીએ આજે ભારતમાં અપડેટેડ Apache 160 અને Apache 180 લોન્ચ કર્યા છે. બંને બાઈક પાંચ રંગ વિકલ્પોમાં ઓફર કરવામાં આવી છે – પર્લ વ્હાઇટ (નવું), ટી ગ્રે, ગ્લોસ બ્લેક (નવું), રેસિંગ રેડ અને મેટ બ્લુ. નવું 2022 TVS Apache 160 મૉડલ ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે – ડિસ્ક વિથ SmartXNect, ડિસ્ક વિથ રાઇડ મોડ્સ અને ડ્રમ બ્રેક વિથ રાઇડ મોડ્સ, જેની કિંમત અનુક્રમે રૂ. 1,24,590, રૂ. 1,21,290 અને રૂ. 1,17,790 છે. આ કિંમતો એક્સ શોરૂમ છે. તે જ સમયે, રાઇડ મોડ્સ અને SmartXonnect સાથેનું નવું 2022 TVS Apache 180 મોડલ સિંગલ ડિસ્ક વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે, જેની કિંમત રૂ. 1,30,590 છે.
2022 TVS અપાચે 160 ડિસ્ક BT વેરિઅન્ટ – રૂ 1,24,590
— 2022 TVS અપાચે 160 ડિસ્ક વેરિઅન્ટ- રૂ 1,21,290
— 2022 TVS અપાચે 160 ડ્રમ વેરિઅન્ટ- રૂ 1,17,790
— 2022 TVS અપાચે 180 ડિસ્ક BT વેરિઅન્ટ- રૂ 1,30,590
બંને મોટરસાઈકલ પહેલા કરતા હળવા છે. નવી Apache RTR 160 નું વજન 2 kg ઘટ્યું છે જ્યારે અપડેટ Apache RTR 180 નું વજન 1 kg ઘટ્યું છે. કંપની કહે છે કે નવા 2022 TVS Apache 160 અને Apache 180 માં TVS ની SmartXonnect સિસ્ટમ ટર્ન-બાય-ટર્ન નેવિગેશન માટે બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે મળે છે. આ બાઇક ત્રણ રાઇડિંગ મોડ્સ સાથે આવે છે – રેઇન, અર્બન અને સ્પોર્ટ.
ડિઝાઇન ફેરફારોના સંદર્ભમાં, નવા TVS Apache 160 અને Apache 180 માં નવા સિગ્નેચર 3D તત્વો સાથે નવા LED હેડલેમ્પ્સ અને ટેલલેમ્પ્સ મળે છે. બંને મોડલ સેગમેન્ટ-ફર્સ્ટ વૉઇસ સહાયતા સિસ્ટમથી સજ્જ છે. બ્લૂટૂથ કનેક્ટિવિટી અને SmartXonect ટેક્નોલોજી સાથે ઓલ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ઉપલબ્ધ છે. તેમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, ગિયર પોઝિશન ઇન્ડિકેટર, ગિયર શિફ્ટ આસિસ્ટ, રેસ ટેલિમેટ્રી, લેપ ટાઇમર મોડ, ક્લસ્ટર ઇન્ટેન્સિટી કંટ્રોલ અને ક્રેશ એલર્ટ સિસ્ટમ છે.