માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર અને તેનો ડેશબોર્ડ મેનેજમેન્ટ પ્લેટ ફાર્મ ટ્વિટડેક ઠપ્પ થઇ ગયુ છે. તેના કારણે વિશ્વભરમાં યુઝરોમાં આનો ઉપયોગ કરી શકતા નથી. ટ્વિટર સપોર્ટે તેના વિશે ટ્વિટ કરી જાણકારી આપી છે. 2 ઓક્ટોબરના સવારથી શરૂ થયેલી આ મુશ્કેલી હજુ સુધી યથાવત છે.
ટ્વિટર સપોર્ટે ટ્વિટ કરી કહ્યું છે કે, ‘તમને ટ્વિટ કરવામાં, નોટિફિકેશન મેળવવા અથવા ડાયરેક્ટ મેસેજ (ડીએમ) જોવામાં મુશ્કેલી થઇ શકે છે. અમે આ ખામીને સુધારવા પર કામ કરી રહ્યાં છીએ. અને જલ્દી જ તે સામાન્ય થઇ જશે. આ ઉપરાંત કંપનીએ વિશેષ કોઈ માહિતી આપી નથી. ઉલ્લેખનિય છે કે એક મોનિટરિંગ વેબસાઇટને ટ્વિટર બંધ થવાના 4 હજારથી વધુ રિપોર્ટ્સ મળી ચુક્યા છે. આ રિપોર્ટ્સ વિશ્વભરમાંથી મળ્યા છે. જેમાં જાપાન, કેનેેડા અને ભારતનો સમાવેશ થાય છે.
ટ્વિટરના એક પ્રતિનિધિએ અગાઉ જણાવ્યું હતુ કે કંપની ટ્વિટડેકમાં ખામીઓની તપાસ કરી રહી છે. તમને જણાવી દઇએ કે એક સાથે અનેક ટ્વિટર એકાઉન્ટની ટ્વિટની મોનિટરિંગ કરવા માટે ટ્વિટડેકનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આનો ઉપયોગ રિપોર્ટર્સ અને અન્ય કન્ટેન્ટ ક્રિયેટર્સ કરે છે.