નવી દિલ્હી : માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરમાં એક મોટો ડેટા બ્રીંચ સામે આવ્યો છે. એક સંશોધકે દાવો કર્યો છે કે તેમના એકાઉન્ટ સાથે 17 મિલિયન યુઝર્સના ફોન નંબર મેચ કરવામાં આવ્યા છે. ગંભીર બાબત એ છે કે, તેમાં હાઇ પ્રોફાઇલ ટ્વિટર એકાઉન્ટ્સ શામેલ છે. આ ખરેખર ટ્વિટરમાં થયેલી ખામીનું પરિણામ છે, જેનો ફાયદો ઉઠાવીને દેતા બ્રીચ થયા છે.
ટેક ક્રંચના એક અહેવાલ મુજબ, સુરક્ષા સંશોધનકાર ઇબ્રાહિમ બૈલિકને જાણવા મળ્યું છે કે, જનરેટ કરેલા ફોન નંબરની સૂચિ, ટ્વિટરની સંપર્ક અપલોડ સુવિધાનો ઉપયોગ કરીને અપલોડ કરી શકાય છે. તેઓએ કહ્યું છે કે જો તમે ટ્વિટર પર સંપર્ક અપલોડ કરો છો, તો તેમાંથી વપરાશકર્તા ડેટા એકત્રિત કરી શકાય છે.
સંશોધનકર્તા ઇબ્રાહિમેં કહ્યું છે કે, સંપર્ક અપલોડ સુવિધા અનુક્રમિક ફોર્મેટમાં નંબરો સ્વીકારતી નથી અને તેનું કારણ આવી મેચોને અટકાવવાનું છે. તેથી તેણે એક પછી એક, બે બિલિનય ફોન નંબર્સ જનરેટ કર્યા, ટ્વિટર પર રેન્ડમ નંબર અપલોડ કર્યા અને આ માટે તેણે એન્ડ્રોઇડ એપ્લિકેશનનો આશરો લીધો છે.
આ ડેટા બ્રીંચથી ઇઝરાઇલ, તુર્કી, ઈરાન, ગ્રીસ, આર્મેનિયા, ફ્રાન્સ અને જર્મની જેવા દેશોના ટ્વિટર વપરાશકર્તાઓ પ્રભાવિત હોવાનું જણાવાય છે. ટેક ક્રંચ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રકાશનમાં આ જ ખામી એટલે કે ફોન નંબર અપલોડ કરીને એક વરિષ્ઠ ઇઝરાયલી નેતાની ઓળખ કરવામાં આવી છે.
નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા એક કે બે મહિનાથી સુરક્ષા સંશોધનકાર ઇબ્રાહિમે ટ્વિટર વપરાશકર્તાઓને આ ખામી વિશે દિશા નિર્દેશિત કરવાનું શરૂ કર્યું. આ પછી, જ્યારે ટ્વિટરને આ વિશેની માહિતી મળી, 20 ડિસેમ્બરે, તેને બ્લોક કરી દેવામાં આવ્યો. આ પછી તેણે વોટ્સએપ ગ્રુપ બનાવીને લોકોને જાગૃત કરવાનું શરૂ કર્યું.