નવી દિલ્હી : માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર (Twitter) વિશ્વભરના વપરાશકર્તાઓ માટે ડાઉન છે. લગભગ અડધો કલાકથી ટ્વિટર ખોલવામાં અને ટ્વીટ કરવામાં મુશ્કેલી આવી રહી છે. લોગ ઈન પેજ ઓપન થઇ રહ્યું છે, પરંતુ આઈડી અને પાસવર્ડ પછી એરર (Error ) આવી રહી છે.
Error પેજ પર Something is technically wrong લખ્યું છે. કંપનીએ કહ્યું છે કે તે ટૂંક સમયમાં ઠીક કરવામાં આવશે અને ટ્વિટર સામાન્ય રહેશે. ડાઉન ડિટેક્ટર વેબસાઇટ અનુસાર, લોકો છેલ્લા એક કલાકથી ટ્વિટર ડાઉન રહ્યા પછી રિપોર્ટ કરી રહ્યાં છે.
Twitter પર રિપોર્ટ કરનાર વપરાશકર્તાઓ દરેક જગ્યાએથી છે. તેમાંથી ભારત, જાપાન, બ્રિટન, પેરિસ, નેધરલેન્ડ જેવા દેશોમાંથી વધુ રિપોર્ટ આવી રહ્યા છે. હાલમાં કંપનીએ સત્તાવાર કંઈપણ કહ્યું નથી.