નવી દિલ્હી : આ વર્ષે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર (Twitter)માં ઘણા ફેરફારો થવાના છે. લાસ વેગાસમાં તાજેતરમાં થયેલ સીઈએસ ઇવેન્ટ દરમિયાન, કંપનીએ નવી સુવિધાઓ વિશે વાત કરી. તેમાં થ્રેડીંગ અને ઓપશન ટૂ રિસીવ રીપ્લાય જેવા ફીચર્સ શામેલ છે. વળી, કંપનીએ ઘણા વધુ ફીચર્સ વિશે પણ વાત કરી જે આ વર્ષે ટ્વિટર પર લાવવામાં આવશે. આ નવા ફીચર્સ સાથે, ટ્વિટર વપરાશકર્તાઓ ટ્રોલર્સથી છૂટકારો મેળવી શકે છે.
‘કન્વર્ઝેશન પાર્ટીસીપેન્ટસ’ માટે નવા સેટિંગ્સ જાહેર કરતાં, ટ્વિટર પ્રોડક્ટ મેનેજમેન્ટ ડિરેક્ટર સુઝાન ઝીએ કહ્યું કે, ટ્વિટર વપરાશકર્તાઓ ચાર વિકલ્પોમાંથી એકને પસંદ કરી શકશે. આ વિકલ્પો ગ્લોબલ, ગ્રુપ, પેનલ અને સ્ટેટમેન્ટ હશે. ગ્લોબલનો વિકલ્પ પસંદ કરવા પર કોઈપણ તમારી ટ્વીટનો જવાબ આપી શકશે. એ જ રીતે, ગ્રુપ વિકલ્પ ફક્ત તે જ માટે હશે જેને તમે ફોલો કરો છો અથવા મેંશન કરો છો. તે જ સમયે, પેનલનો વિકલ્પ તે લોકોને રીપ્લાય કરવાની સુવિધા આપશે, જેમને તમે ખાસ કરીને તે ટ્વીટમાં મેંશન કરશો.
આ બધામાં સૌથી વિશેષ વિકલ્પ હશે સ્ટેટમેન્ટ. આ વિકલ્પ પસંદ કર્યા પછી, કોઈ પણ તમારી ટ્વીટનો જવાબ આપી શકશે નહીં. આ ફીચર્સ તમારી કંપોઝ સ્ક્રીન પર હાજર રહેશે. ઝીએ વધુમાં કહ્યું કે, ટ્વિટર હાલમાં આ સુવિધા પર સંશોધન કરવાની તૈયારીમાં છે. તેનું પરીક્ષણ 2020 ના પહેલા ભાગમાં કરવામાં આવશે. આ સુવિધાની તુલના ફેસબુકના ખાનગી જૂથના લક્ષણ સાથે કરવામાં આવી રહી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે, આનાથી ટ્વિટર વપરાશકર્તાઓ તેમના ટ્વીટ્સ પર વધુ નિયંત્રણ મેળવી શકશે.