નવી દિલ્હી : ટ્વિટરે 6 ઓગસ્ટ, ગુરુવારે એક બ્લોગ પોસ્ટ દ્વારા કહ્યું હતું કે, આ કંપની હવેથી સરકારી મીડિયા આઉટલેટ્સ, તેમના વરિષ્ઠ કર્મચારીઓ અને કેટલાક ચાવીરૂપ સરકારી અધિકારીઓના ખાતાઓનું લેબલ કરશે.
ટ્વિટરના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, રશિયાના સ્પુટનિક, આરટી અને ચીનના ઝિન્હુઆ ન્યૂઝના એકાઉન્ટ્સ એવા મીડિયા સંગઠનોમાં સામેલ છે, જેને ટ્વિટર દ્વારા લેબલ કરવામાં આવશે. જો કે, તેમણે સંસ્થાઓની સંપૂર્ણ સૂચિ આપવાનો ઇનકાર કર્યો હતો.
ટ્વિટરે બ્લોગમાં કહ્યું, ‘અમારું માનવું છે કે જો કોઈ મીડિયા ખાતું સીધી અથવા આડકતરી રીતે કોઈ સરકારી સિસ્ટમ સાથે સંબંધિત છે, તો લોકોને તે જાણવાનો અધિકાર છે. કંપનીએ એમ પણ કહ્યું હતું કે તે તેની ભલામણ પ્રણાલી દ્વારા આ એકાઉન્ટ્સ અથવા તેમના ટ્વીટ્સને એમ્પ્લીફાય (વિસ્તૃત) કરવાનું પણ બંધ કરશે.