માઇક્રોક બ્લોગિંગ સાઇટ ટ્વિટર હવે આપત્તિજનક અને ભડકાઉ ભાષણ આપવા વાળા નેતાઓ ઉપર હવે તેજ નજર રાખી સખત કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. હાલમાં જ કંપનીએ કહ્યુ કે મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરથી જોડાયેલા પોપ્યુલર નેતા, વેરીફાઇડ યૂજર્સ અને એક લાખથી વધુ ફોલોઅર્સ વાળા યૂજરની પોસ્ટ ઉપર નજર રાખશે. પોલીસીનુ ઉલ્લંઘન કરવા પર નોટિસ પણ મોકલવામાં આવશે.
ગુરૂવારે ટ્ટિટર સેફ્ટીના એક બ્લોગ પોસ્ટમાં કહેવામાં આવ્યુ કે આ નોટિસ સ્ક્રીન ઉપર જ જોવા મળશે. જેને ક્લિક અને ટેપ કરી યૂજર તેમા આપવામાં આવેલ સ્પષ્ટીકરણને જોઇ શકશે. આ યૂજરને હોમ ટાઇમલાઇન, સર્ચ જેવી કેટલીક જગ્યાઓ ઉપર જોવા મળશે. યુજરને ટ્ટિટની સાથે એક લાઇટ ગ્રા કલરનુ બોક્સ પણ દેખાશે, જેમા તેમને એ જાણવા મળશે કે આ પોસ્ટ વિવાદિત છે. તેમણે આગળ કહ્યુ કે તે પહેલા કંપની વિવાદીત પોસ્ટને પણ ટ્વિટર ઉપર જવા રોકતી ન હતી. કેમકે પબ્લિક ઇંટરનેટમાં હતા તે સમયે આ સ્પષ્ટ નોતુ કે આના પર સખ્તી કેવી રીતે કરવી. ટ્વિટર ખાસ કરીને એવા યૂજર્સ ઉપર નજર રાખશે કે સરકારી નેતા હશે અને જેના ફોલોઅર્સ એક લાખથી વધુ હોય. તેના માટે એક ખાસ ક્રોસ ફંક્શન ટીમ કામ કરશે જેમા ટ્રસ્ટ એન્ડ સેફ્ટી, પબ્લીક પોલિસી અને રીજનલ ટીમના લોકો હશે. આ બધા માપદંડોના આધાર ઉપર નિર્ણય લેશે કે આ ટ્વિટ જનહિતમાં છે કે નહી.