UBERની કબૂલાત હેકર્સે તેમના 5 કરોડ 70 લાખ ડ્રાઈવર્સ અને રાઈટર્સના ડેટાની ચોરી કરી હતી. ડેટા ચોરીની ઘટના એક વર્ષ પહેલાંની છે પરંતુ UBER હવે આ વાતનો સ્વીકાર કર્યો છે.
UBER માન્યું છે કે, જે ફાઈલો ચોરી કરવામાં આવી છે તેમાં લોકોના નામ, ડિટેલ્સ, ઈમેલ એડ્રેસ, UBERમાં બેસનાર રાઈડર્સના મોબાઈલ નંબર, ડ્રાઈવર્સના નામ અને લાઈસન્સનો પણ સામેલ છે. ઉબેરમાં અંદાજે 6 લાખ ડ્રાઈવર્સ છે.
કંપનીએ હેકર્સને ડેટા ખતમ કરી દેવા માટે અંદાજે રૂ. 65 લાખ આપ્યા હતા. તે સાથે જ ડ્રાઈવર્સ અને રાઈડર્સની માહિતી લીક ન થાય તે માટે પણ કહ્યું હતું.
ડેટા ચોરીની ખબર પડતાં જUBERના કો-ફાઉન્ડર રહેલા અને ત્યારપછી કાઢી નાખવામાં આવેલા ચીફ ટ્રેવિસ કૈલાનિકને પણ આ વિશે જાણ કરવામાં આવી હતી. જ્યાં સુધી કંપનીના નવા સીઈઓ ખોસ્ત્રોવશાહીને આ વાતની જાણ ન થાય ત્યાં સુધી માહિતી જાહેર ન કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.
ખોસ્ત્રોવશાહીનું કહેવું છે કે જવાબદારો સામે યોગ્ય પગલાં લેવામાં આવશે આટલું મોટું કૌભાંડ થાય તેની રોકવું જરૂરી છે આ કોઈની ખાનગી માહિતી સાથે જોડાયેલી અતિ ગંભીર ઘટના છે જેને UBER દ્વારા સરળતાથી લેવામાં આવી છે. જોકે હવે ચોક્કસ ધ્યાન રાખવામાં આવશે।