ભારતીય વિશિષ્ટ ઓળખ ઓથોરિટી (યુઆઇડીએઆઇ) મુજબ આ બારકોડનો ઉપયોગ 12 અંકોનો ખુલાસો કર્યા વગર પણ ઓફલાઇન ચકાસણી માટે કરી શકાય છે. યુઆઇડીએઆઇનો દાવો છે કે આનાથી આધાર કાર્ડને મજબૂતી મળશે.
આધાર કાર્ડ ગ્રાહક યુઆઇડીએઆઇની વેબસાઇટ પર તેના મોબાઇલ એપથી ક્યૂઆર કોડ વાળા આઇડીને ડાઉનલોડ કરી શકે છે. QR કોડ એક બારકોડ જેવો છે. જેની પર છપાયેલી સૂચનાઓ મશીન સરળતાથી વાંચી શકે છે. કાર્ડ ગ્રાહકો વિભિન્ન જગ્યાઓ પર ચકાણી માટે પોતાનો આધાર કાર્ડ સંખ્યા આપવાના બદલે બારકોડનો પ્રયોગ કરી શકે છે. આ નવી સુવિધાને આધાર ડાઉનલોડ દ્વારા મેળવી શકાય છે.
ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડને હવે સરકાર ફરજિયાત કરી તમામ અગત્યના ઓળખપત્રો સાથે જોડવામાં આવી રહ્યું છે. આ માટે દરેક વ્યક્તિને આધાર કાર્ડ માટે નોંધણી કરાવવી જરૂરી છે. નોંધનીય છે કે સરકાર નિશુક્લ રીતે આધાર કાર્ડની નોંધણી કરે છે. આધારકાર્ડ એક ઓળખપત્ર છે. અને હાલમાં જ તેના ગોપનીયતાને લઇને અનેક સવાલો ઊભા થયા છે. જે બાદ આ નવા પગલાં લેવામાં આવ્યા છે.