UPI down for 57 minutes: દેશભરમાં ડિજિટલ પેમેન્ટ પર અસર, NPCIએ માફી માંગવી પડી
UPI down for 57 minutes આજના સમયમાં, જ્યારે ભારત ડિજિટલ પેમેન્ટના યુગમાં પ્રવેશી ગયું છે, ત્યારે પણ ટેકનિકલ ખામીઓ ડિજિટલ વ્યવહારોને અસર કરે છે. આજે સવારે સમગ્ર દેશમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સેવામાં ટેકનિકલ સમસ્યાઓ નોંધાઈ, જેના કારણે લાખો વપરાશકર્તાઓને Paytm, PhonePe અને Google Pay જેવી એપ્લિકેશનો પર પેમેન્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
મળતી માહિતી અનુસાર, UPI સેવા લગભગ 57 મિનિટ માટે બંધ રહી, જેના કારણે લોકોનું રોજિંદું ધંધાકીય અને વ્યક્તિગત લેવડદેવડ કાર્ય અટકી પડ્યું. સેવામાં ખલેલનો આરંભ સવારે 11:26 વાગ્યે થયો હતો અને સૌથી વધુ અસર 11:41 વાગ્યે જોવા મળી હતી. ડાઉન ડિટેક્ટર જેવી સાઇટ પર લગભગ 222 થી વધુ વપરાશકર્તાઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
I am still waiting to get UPI service restored! I eat on vegetable biryani and I don’t have cash! #UPIDown #UPI pic.twitter.com/FJCmGQCPlg
— Desi Pandit (देसी पंडित) (@DesiPandeet) April 12, 2025
આ ઘટનાને પગલે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. તેમાં જણાવાયું હતું કે, “અમને કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે કેટલીક UPI વ્યવહારો આંશિક રીતે નિષ્ફળ ગયા. અમે ખામીઓ સુધારવા માટે કામ કરી રહ્યાં છીએ અને થયેલી અસુવિધા બદલ દિલગીર છીએ.”એવું જણાય છે કે, છેલ્લા એક વર્ષમાં આ પ્રકારની સમસ્યા છઠ્ઠી વખત નોંધાઈ છે. આથી લોકોમાં આ ગુસ્સો અને નિરાશા બંને છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (જૂનુ Twitter) પર પણ વપરાશકર્તાઓએ મુશ્કેલી વિશે પોસ્ટ કરી અને સિસ્ટમની વિશ્વસનીયતાપર પ્રશ્ન ઊભો કર્યો.
All UPI apps are down this is second time in recently, I think government is trying to make money from ATM charges recently all the banks increased there service charges when UPI is not working everyone has to go to ATM, same things happened in first April @HDFC_Bank @UPI_NPCI
— Alan Tom (@tomalan688) April 12, 2025
જ્યારે સરકાર અને સંસ્થાઓ ડિજિટલ ઈન્ડિયાને આગળ ધપાવવાની વાત કરે છે, ત્યારે આવા ટેકનિકલ વિક્ષેપો લોકોના વિશ્વાસ પર અસર કરે છે. હવે જોઈવું રહ્યું કે NPCI આવી ઘટનાઓને ફરીથી ટાળવા માટે શું પગલાં લે છે અને સેવાઓના સ્તરને કેવી રીતે મજબૂત બનાવે છે.