નવી દિલ્હી : દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ 1 જુલાઈ, બુધવારે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર વૈધાનિક બાકીની જોગવાઈ બાદ માર્ચ 2020 માં પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન તેનું નુકસાન રૂ.73,878 કરોડ થયું છે. કોઈ પણ ભારતીય કંપની દ્વારા આ સૌથી મોટું વાર્ષિક નુકસાન છે.
‘નોન-ટેલિકોમ આવકનો પણ સમાવેશ કરવો જોઇએ’
અદાલતે આદેશ આપ્યો હતો કે, નોન-ટેલિકોમ આવક પણ કાનૂની બાકીની ગણતરીમાં શામેલ કરવામાં આવશે, ત્યારબાદ કંપનીએ રૂ.51,400 કરોડ ચૂકવવા પડશે. કંપનીએ કહ્યું કે, આ જવાબદારીને લીધે કંપનીના કામ ચાલુ રાખવા બાબતે ગંભીર શંકા ઉભી થઈ છે.
11,643.5 કરોડનું નુકસાન
વોડાફોન આઈડિયા (વીઆઈએલ) એ શેર બજારને જણાવ્યું હતું કે માર્ચ ક્વાર્ટર દરમિયાન તેનું ચોખ્ખું નુકસાન રૂ. 11,643.5 કરોડ થયું છે, જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 4,881.9 કરોડ અને ઓક્ટોબર-ડિસેમ્બર 2019 ક્વાર્ટરમાં રૂ.6,438.8 કરોડ હતું.
ગયા નાણાકીય વર્ષમાં 73,878.1 કરોડનું નુકસાન થયું હતું
કંપનીએ જણાવ્યું હતું કે, માર્ચ 2020 ના ત્રિમાસિક ગાળામાં કામગીરીથી આવક 11,754.2 કરોડ રૂપિયા રહી છે. ગયા નાણાકીય વર્ષ દરમિયાન કંપનીને રૂ .73,878.1 કરોડનું નુકસાન થયું છે. નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન વોડાફોન આઈડિયાને 14,603.9 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.