ટેલિકોમ કંપની વોડા-આઈડીયા એ પોતાની સાથે સૌથી વધારે વપરાશકર્તાઓને જોડવા માટે ધમાકેદાર ઓફર્સ માર્કેટમાં ઉતારી છે. આ ઓફરથી યૂઝર્સ માત્ર 799 રૂપિયામાં સ્માર્ટફોનની ખરીદી કરી શકશે. ઉલ્લેખનીય છે કે કંપની ઈન્ટરનેશનલ કઝ્યૂમર ફાઈનાન્સ હોમ ક્રેડિટ સાથે ભાગીદારી કરી છે. તેના હેઠળ વપરાશકર્તા 799 રૂપિયાના ડાઉનપેમેન્ટ સાથે મોબાઈલ ઘરે લઈ જઈ શકે છે. આ સિવાય ફોનનાં ગ્રાહકોને ઘણી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
ગ્રાહકોને મોટી સંખ્યામાં સ્માર્ટફોનની રેન્જ મળશે
ગ્રાહકો માટે હોમ ક્રેડિટ સાઇટ પર પ્રીમિયમ ફોનની પ્રીમિયમ રેન્જથી લઇને 3,999 રૂપિયા સુધીનાં ફોન્સ ઉપલબ્ધ છે. ઉપરાંત, વોડા અને આઇડિયા વપરાશકર્તાઓ માત્ર 799 રૂપિયાના ડાઉનપેમેન્ટ સાથે પ્રારંભિક કિંમતનો ફોન ખરીદી શકશે. બીજી તરફ, ગ્રાહકોને ફોન સાથે અમર્યાદિત કોલિંગ, 1.5 જીબી ડેટા અને દિવસના 100 એસએમએસ મળશે. તે જ સમયે, કંપનીના આ ડેટા પ્લાનની અવધિ 180 દિવસ છે.