સૂચિત કંપની વોડાફોન આઇડિયામાં વધારાનું ભંડોળ રોકવાનો નિર્ણય આદિત્ય બિરલા ગ્રૂપ દ્વારા કરવામાં આવે તે સ્થિતિમાં ભારતમાં વધારાના રોકાણની જરૃર પડે તો ઇન્ડસ ટાવરમાં પોતાનો હિસ્સો વેચવા અંગે વોડાફોન વિચારશે.
આ વર્ષે જાન્યુઆરીમાં આઇડિયાની ઇક્વિટી વધારીને ૦.૮ અબજ યૂરો કરવામાં આવી હતી. બંને કંપનીઓના વિલીનીકરણની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે વોડાફોન ગ્રૂપ નિવૃત રકમનો પ્રબંધ કરશે.
અમારા અંદાજ અનુસાર જૂન મહિનાને અંતે ભારતમાં અમારું ચોખ્ખું મૂડી રોકાણ એક અબજ યૂરો થશે, એમ વોડાફોનના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર નીક રીડે વાર્ષિક રિપોર્ટમાં જમાવ્યું હતું.
આઇડિયા સાથે વોડાફોનનું જોડાણ સરકારી મંજૂરીના આખરી તબક્કામાં છે કે જેમાં બ્રિટિશ કંપનીનો હિસ્સો ૪૭.૫ ટકાથી વધુ નહીં રહેવાની ધારણા છે. ૪૩ કરોડ ગ્રાહકો સાથે આ સંયુક્ત કંપની દેશમાં સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર બની રહેશે.