ટેલિકોમ સેક્ટરમાં જિઓ અને એરટેલ સાથે મુકાબલો કરવા Vodafone પોતાના 198 રૂપિયાના પ્લાનમાં ફેરફાર કર્યો છે. હવે આ પ્રીપેડ પ્લાનમાં દરરોજ 1.4 GB ડેટા આપવામાં આવશે. સાથે સાથે આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ, રોમિંગ કોલ અને 100 મેસેજ પ્રતિ દિવસ મળશે.બદલાયેલા પ્લાનની વેલિડીટી 28 દિવસની રહેશે.
Vodafoneના આ પ્લાનની ટક્કર એરટેલના 199 રૂપિયા અને જીઓના 149 રૂપિયાના પ્લાન સાથે થશે. અા પહેલાં Vodafone ઇન્ડિયાએ દેશભરના તમામ પ્રિપેઇડ ગ્રાહકો માટે 47 રૂપિયામાં 1 GB 3 G / 4 G ડેટા પ્લાન લોન્ચ કર્યો હતો.