ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગમાં 2.02 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. માર્કેટ લાલ નિશાન પર છે. ક્રિપ્ટોકરન્સીની માર્કેટ કેપ 963.91 અબજ ડોલરની આસપાસ છે અને તેનું 24 કલાકનું વોલ્યૂમ 67.75 અબજ ડોલર રહ્યું છે.
બિટકોઇનની કિંમતઇન્ટરનેશનલ માર્કેટમાં બિટકોઇનની કિંમતમાં ડાઉનટ્રેન્ડ છે. આજે 2.5%ના ગટાડા સાથે તે 19,047 ડોલર પર છે. તેનું માર્કેટ વોલ્યૂમ અત્યારે 35.46 અબજ ડોલર પર છે. જ્યારે ભારતીય માર્કેટમાં બિટકોઇનની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. તેમાં 1931 રૂપિયા અથવા 0.13 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને તે 15,07,696.70 રૂપિયા પર ટ્રેડિંગ કરી રહ્યો છે.ઇથેરિયમના રેટ્સઆંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઇથેરિયમમાં ઘટાડો છે અને 3.93 ટકાના કડાકા સાથે તે 1337 ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે.
ભારતીય માર્કેટમાં ઇથેરિયમના રેટ્સમાં તેજી છે. 320 રૂપિયાના ઉછાળા સાથે ઇથેરિયમ 1,05,812.92 પર ટ્રેડ કરી રહી છે.ટીથરમાં સ્ટેબલ કિંમતટીથરના ટ્રેડિંગમાં કોઇ ખાસ હલચલ જોવા મળી નથી. ગ્લોબલ માર્કેટમાં આ ક્રિપ્ટોકરન્સી 1.02 ડોલર પર ટ્રેડ કરી રહી છે. જ્યારે ભારતીય માર્કેટમાં તે 79.93 રૂપિયા પર ટ્રેડિંગ કરી રહી છે.
BNBનો રેટBNBના દરમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 2.90 ટકા તૂટ્યો છે. વૈશ્વિક માર્કેટમાં તે 268.51 ડોલરના લેવલ પર છે. ભારતીય માર્કેટમાં તે 41.41 રૂપિયાની તેજી સાથે 21214 રૂપિયા પર ટ્રેડિંગ કરી રહી છે.Dogecoinમાં 0.69%નો વધારોDogecoin ભારતીય માર્કેટમાં 0.69 ટકા વધીને 4.68 રૂપિયાની સપાટીએ છે. ગ્લોબલ માર્કેટમાં તેમાં 1.25 ટકાના કરેક્શન સાથે તે 0.05918 ડોલરની કિંમતે ટ્રેડિંગ કરી રહ્યો છે.