ફેસબુકે પોતાના યુઝર્સને કહ્યું છે કે જો તે પોતાનું એકાઉન્ટ બંધ કરી દે છે તો તેમને તેના પૈસા મળશે. આ વાત સાંભળીને પણ અજીબ લાગતી હશે ને? પરંતુ આ વાત સાચી છે. facebook અને Instagram એકાઉન્ટ ડિએક્ટિવેટ કરનાર લોકોને ખુદ કંપની પૈસા આપશે.
Facebook અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં (US Presidential Election) એક શોધ કરી રહી છે. કંપની જાણવા ઈચ્છે છે કે શું સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઈ ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે? કંપનીએ આ શોધ માટે સ્વતંત્ર સંસ્થાનોની સાથે કરાર કર્યો છે. ફેસબુકના ઓધિકારી લિઝ બોરગિયોસે આ વાતની પુષ્ટિ કરતા એક ટ્વીટ પણ કર્યું છે.
શું છે ફેસબુકની યોજના?
સોશિયલ મીડિયા કંપની ફેસબુકે હાલ ફક્ત અમેરિકી નાગરિકોને જ આ શોધમાં સામેલ કરવા માંગે છે. કંપનીએ અમેરિકી યુઝર્સને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાંથી અમુક દિવસો માટે ડિએક્ટિવેટ (Deactivate) રહેવા કહ્યું છે. આ યુઝર્સને શોધ પુરી થવા સુધી બન્ને પ્લેટફોર્મ્સથી બહાર રહેવાનું રહેશે. અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી બાદથી તે ફરી પોતાનું એકાઉન્ટ એક્ટિવેટ કરી શકે છે.
કેટલા મળે છે પૈસા?
મીડિયા રિપોર્ટ અનુસાર હાલ જે લોકોએ આ શોધમાં ભાગ લીધો છે. તેમને અઠવાડિયાના હિસાબથી પૈસા આપવામાં આવી રહ્યા છે. એક અઠવાડિયુ ડિએક્ટિવેટ રહેવા પર 10 ડોલર આપવામાં આવી રહ્યા છે. જ્યારે લાંબા સમય સુધી ડિએક્ટિવેટ રહેનાર યુઝર્સને 20 ડોલર દરેક અઠવાડિયાના હિસાબથી પૈસા આપવામાં આવશે.જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી સમયે કેમ્બ્રિઝ અનાલિટિકા નામની કંપની પર મતદાતાઓને પ્રભાવિત કરવાના આરોપ લાગ્યા હતા. વિવિધ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે કંપનીના ફેસબુકના યુઝર્સને પ્રભાવિત કરવા માટે ઘણા હથકંડા અપનાવ્યા.