Whats appમાં હમણાંથી ઘણા બધા નવા ફીચર્સ આવી રહ્યા છે. હવે Whats app વધૂ એક ફીચર્સ લોન્ચ કર્યું છે આ ફીચર્સનું નામ ‘રિસ્ટ્રીક્ટેડ ગ્રુપ’ રાખવામાં આવ્યું છે. Whats app હવે ફીચર્સથી ગ્રુપ એડમિનને વધારે પાવર્સ આપવા જઈ રહ્યું છે. Whats appના અા ફીચર્સથી જો એડમિન ઈચ્છશે તો ગ્રુપના સદસ્યોને ગ્રુપમાં મેસેજ, ફોટો, વીડિયો, GIF, દસ્તાવેજ, વોઈસ મેસેજિસ પોસ્ટ કરવાથી રોકી શકે છે. રિસ્ટ્રીક્ટેડ ગ્રુપનું સેટિંગ માત્ર ગ્રુપ એડમિન જ કરી શકશે.
રિસ્ટ્રિક્ટેડ ગ્રુપનું સેટિંગ કર્યા બાદ અન્ય સદસ્ય ગ્રુપમાં મેસેજ વાંચી શકશે પરંતુ કંઈ પણ પોસ્ટ કરી શકશે નહીં. તેમાં તેમણે એક મેસેજ એડમિનનું બટન આપવામાં આવે છે. જેના કારણે તેઓ પોતાનો મેસેજ ગ્રુપ એડમિનને મોકલી શકશે.ત્યારબાદ જ જો ગ્રુપ એડમિન ઈચ્છશે તો મેસેજ ફોટો, વીડિયો, GIF, દસ્તાવેજ, વોઈસ મેસેજિસ પોસ્ટ કરી શકશે.
Whats app ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામ પર વર્ઝન 2.17.430માં રિસ્ટ્રીક્ટેડ ગ્રુપ ફીચર્સ આપ્યું છે. ગ્રુપ એડમિન દ્વારા સંદેશને સ્વીકૃતિ આપ્યા બાદ જ તેને ગ્રુપમાં શેર કરી શકાશે. Whats app આ ઉપરાંત આવનારા અપડેટમાં વધારે ફિચર્સ, બગ ફિક્સ અને સામાન્ય સુધારો કરવાની જાહેરાત કરી છે.જે ટુંક સમયમાં અાવશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.