WhatsApp New Feature: પિન મલ્ટીપલ મેસેજીસના આ ફીચરમાં યુઝર્સ ચેટમાં એક સાથે અનેક મેસેજને પિન કરી શકશે. જો જરૂરી હોય, તો તમે મહત્વપૂર્ણ સંદેશ સરળતાથી શોધી શકશો.
WhatsApp એક પછી એક નવા ફીચર્સ લાવી રહ્યું છે. આ સીરિઝમાં વોટ્સએપના ફીચર લિસ્ટમાં એક નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે, જેમાં યુઝર્સ ચેટમાં એકસાથે અનેક મેસેજને પિન કરી શકે છે.
આ નવા ફીચરનું નામ પિન મલ્ટીપલ મેસેજ છે, જે યુઝર્સને એક નવો અનુભવ આપવા જઈ રહ્યું છે. આ ફીચર મહત્વના મેસેજને ટોપ પર રાખશે.
WABetaInfo એ આ ફીચર વિશે માહિતી આપી છે અને તેનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. WhatsAppના આ નવા ફીચરમાં તમે પિન કરેલા મેસેજને સરળતાથી જોઈ શકશો.
પિન મલ્ટીપલ મેસેજીસનું આ ફીચર તમને ત્રણ મેસેજને પિન કરવાની સુવિધા આપશે. જો તમે ચોથો સંદેશ પિન કરશો, તો પહેલો પિન કરેલો સંદેશ આપોઆપ દૂર થઈ જશે.
જો તમે તમારા ફોનમાં આ ફીચર ઇચ્છો છો, તો આ માટે તમારે Google Play Store પરથી તમારા ફોનમાં Android 2.24.6.15 અપડેટ માટે WhatsApp Beta ઇન્સ્ટોલ કરવું પડશે.
WhatsApp ટૂંક સમયમાં એક નવું ફીચર આપવા જઈ રહ્યું છે, જેમાં યુઝર્સ ટેલિગ્રામ અથવા સિગ્નલ જેવી અન્ય એપ પર મેસેજ મોકલી અને પ્રાપ્ત કરી શકશે. અત્યારે કંપની આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે.