તાજેતરમાં જ જાણવા મળ્યું હતું કે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ મલ્ટિપલ ડિવાઇસ સપોર્ટ ફીચર પર કામ કરી રહ્યું છે. હવે ફેસબુકના માલિકીહક વાળી કંપનીએ આ દિશામા કામ કરતાં આઇફોન યુઝર્સ માટે રજીસ્ટ્રેશન નોટિફિકેશન ફીચર રોલઆઉટ કર્યુ છે. હાલના સમયમાં એક યુઝર એક સમયે એક જ ડિવાઇસમાં પોતાનું એકાઉન્ટ લૉગઇન કરી શકે છે.
શું છે રજીસ્ટ્રેશન નોટિફિકેશન ફીચર
નામ પરથી જ સમજી શકાય કે આ ફિચર દ્વારા યુઝર્સને એલર્ટ મળશે. આ એલર્ટ તે સ્થિતિમાં મળશે જો કોઇ તમારા એકાઉન્ટથી લોગઇન કરવાનો પ્રયાસ કરશ. આ પ્રાઇવસી ફીચર હાલ ફક્ત iOS યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે. જો કોઇ વ્યક્તિ તમારુ એકાઉન્ટ લૉગ ઇન કરવાનો પ્રયાસ કરશે તો વૉટ્સએપ તમને એલર્ટ મોકલશે. જેમાં લખેલું હશે કે, તમારા ફોન નંબર માટે વૉટ્સએપ રજીસ્ટ્રેશન કોડ રિકવેસ્ટ કરવામાં આવ્યો છે.
એક સાથે એક ડિવાઇસમાં લોગઇન
નવા ફિચર્સ સાથે તમે એક જ સમયે એક જ એકાઉન્ટથી અનેક ડિવાઇસ યુઝ કરી શકો છો. જેમ કે સોશિયલ મીડિયા એકાઉન્ટને કરી શકો છો. હાલ વૉટ્સએપ વેબ એક રીત જરૂર છે. જેને પીસી અને મોબાઇલ બંને ડિવાઇસ પર એકસાથે વૉટ્સએપ ચલાવી શકાય છે. જો કે તેના માટે પ્રાઇમરી ડિવાઇસનું ઇન્ટરનેટ સતત કનેક્ટ હોવું જરૂરી છે અને તે બાદ ફક્ત તે ડિવાઇસના મેસેજ વેબ વર્ઝન પર રિફ્લેક્ટ થાય છે.
સૌથી પોપ્યુલર મેસેજિંગ એપ
જણાવી દઇએ કે વૉટ્સએપ દુનિયાની સૌથી પોપ્યુલર મેસેજિંગ એપ્સમાંથી એક છે. તેના દુનિયાભરમાં 1ય5 અબજ યુઝર્સ છે. કંપનીનો દાવો છે કે વૉટ્સએપ પર દરરોજ 6 કરોડ મેસેજ મોકલવામાં આવે છે.