વોટ્સએપ પર આગામી થોડા જ દિવસોમાં કેટલાક નવા ફીચર યૂઝર્સ માટે એક્ટિવ કરવામાં આવશે. આ ફીચરમાં ક્યૂઆર કોડ, ડાર્ક મોડ, પિક્ચર ઈન પિક્ચર મોડ વગેરેનો સમાવેશ થાય છે. જો તમને પણ વોટ્સએપના આ નવા ફીચર ટ્રાય કરવાની ઈચ્છા હોય તો તેના માટે વોટ્સએપનું બીટા વર્ઝન ડાઉનલોડ કરવું જરૂરી છે. બીટા વર્ઝન ડાઉનલોડ કર્યા પછી કેવી રીતે કરવો આ નવા ફીચરનો ઉપયોગ ચાલો જાણી લો સૌથી પહેલા.
કંસેક્યુટિવ વોઈસ મેસેજ
આ ફીચરના કારણે તમે તમારા વોટ્સએપ પર આવેલા વોઈસ મેસેજને એક પછી એક પ્લે કરી શકો છો. એક કરતાં વધારે વોઈસ મેસેજ જેને આવતાં હોય તેમના માટે આ ફીચર વરદાન સાબિત થશે. કારણ કે તેમને વારંવાર મેસેજ ઓપન કરી તેને સાંભળવા નહીં પડે. એકવાર આ ફીચરને એક્ટિવ કર્યા પછી એક પછી એક વોઈસ મેસેજ પ્લે થતા રહે છે.
ક્યૂઆર કોડ
વોટ્સએપના બીટા વર્ઝનમાં ક્યૂઆર કોડનો વિકલ્પ પણ મળશે. આ ફીચરની ખાસિયત એ છે કે તેની મદદથી કોન્ટેક્ટની વિગતો ક્યૂઆપ કોડની મદદથી શેર કરી શકો છો. અન્ય એક ખાસિયત એ પણ છે આ વિકલ્પની કે તેને તમે પરત પણ લઈ શકો છો, જેથી ભવિષ્યમાં અન્ય કોઈ યૂઝર તમારા કોન્ટેક્ટની વિગતો સ્કેન કરી ન શકે.
ડાર્ક મોડ
ટ્વિટરની જેમ વોટ્સએપમાં પણ સ્ક્રીન ડાર્ક કરી શકાશે. આ ફીચરનો ફાયદો એ છે કે રાત્રે વોટ્સએપ યૂઝ કરતાં લોકોની આંખને તકલીફ ઓછી પડશે.
ગૃપ કોલ શોર્ટકટ
વોટ્સએપમાં વિડીયો અને ઓડિયો કોલિંગ ફીચર તો ઉપલબ્ધ જ છે પરંતુ ગૃપ કોલિંગ માટે યૂઝરને પહેલા કોલ અને પછી ગૃપ કોલિંગ બટન દબાવવું પડતું હતું. પરંતુ આ ફીચરના કારણે ગૃપ કોલ માટે શોર્ટકટ ઉપલબ્ધ હશે. આ બટન ટેબ કર્યા પછી જેમની સાથે ગૃપ કોલમાં વાત કરવી છે તેવા લોકોને પસંદ કરવા પડશે. ત્યારબાદ કોલ એક્ટિવ થઈ જશે.
મીડિયા પ્રિવ્યૂ
આ ફીચરમાં નોટિફિકેશન ટ્રેમાં ફોટો તેમજ વિડીયોના પ્રિવ્યૂ જોઈ શકાશે. મેસેજને સ્વાઈપ ડાઉન કર્યા બાદ ફોટો, વિડીયો, ઓડિયો જોઈ શકાશે. કોઈ મેસેજને ફોરવર્ડ કરવા માટે તેને વારંવાર ઓપન કરવાની જરૂર નહીં પડે.
પિક્ચર ઈન પિક્ચર
અત્યાર સુધી જ્યારે તમે યૂટ્યુબની લિંક વોટ્સએપ પર શેર કરતાં તો સિસ્ટમ યૂટ્યુબ એપ ઓપન કરતી પરંતુ આ ફીચર એક્ટિવ થવાથી વોટ્સએપ ચેટમાં જ યૂટ્યુબનો વિડીયો જોઈ શકાશે.