WhatsApp New Feature: WhatsApp એક પછી એક નવા ફીચર્સ લાવે છે. નવા ફીચરમાં, કંપનીએ પ્રોફાઈલ ફોટોના સ્ક્રીનશૉટને બ્લોક કરી દીધા છે, જેમાં કોઈ તમારી તસવીરનો સ્ક્રીનશોટ લઈ શકશે નહીં.
વોટ્સએપ આજે આપણા માટે આવશ્યક માધ્યમ બની ગયું છે. કંપની સમયાંતરે યુઝર્સ માટે નવા ફીચર્સ લાવતી રહે છે. આ સીરીઝમાં વોટ્સએપે એક નવું ફીચર આપ્યું છે, જે ખૂબ જ ખાસ છે.
WhatsApp પોતાના યુઝર્સ માટે એક શાનદાર ફીચર લાવ્યું છે, જેમાં કંપનીએ હવે પ્રોફાઈલ ફોટોના સ્ક્રીનશોટને બ્લોક કરી દીધા છે. એટલે કે હવે કોઈ તમારા પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ લઈ શકશે નહીં.
અત્યાર સુધી વ્હોટ્સએપ કોન્ટેક્ટમાં રહેલા લોકો સ્ક્રીનશોટ દ્વારા કોઈપણ પ્રોફાઈલ ફોટો સેવ કરી શકતા હતા, પરંતુ હવે એવું બિલકુલ શક્ય બનશે નહીં. હવે કોઈ પણ વ્યક્તિ કોઈના પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ લઈ શકશે નહીં.
વોટ્સએપ ઘણા સમયથી આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું હતું, ત્યારબાદ હવે તેને તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. તે તબક્કાવાર રીતે ધીમે ધીમે લોકો સુધી પહોંચશે.
તમને જલ્દી જ આ ફીચરની સૂચના પણ મળશે. અપડેટ પછી, જો કોઈ તમારા પ્રોફાઇલ ફોટોનો સ્ક્રીનશોટ લેશે, તો બ્લેક સ્ક્રીન ઇમેજ સાચવવામાં આવશે.
વોટ્સએપ પર આ ફીચર સાથે ફોટોના સ્ક્રીનશોટ લેતી વખતે સ્ક્રીન પર એક ચેતવણી સંદેશ દેખાશે. વોટ્સએપે પોતાના યુઝર્સને તેમનો પ્રોફાઈલ ફોટો હાઈડ કરવાનો વિકલ્પ પણ આપ્યો છે, જેમાં યુઝર્સ કોને પોતાનો પ્રોફાઈલ ફોટો બતાવવા માંગે છે તે પસંદ કરી શકે છે.