નવી દિલ્હીઃ વોટ્સએપની નવી પોલિસી અપડેટ કરવા માટે યૂઝર્સ પાસે માત્ર થોડોક સમય બાકી છે. આ નવી પોલિસી 15મેથી લાગુ થશે, હાલમાં કોઈપણ યૂઝરનું એકાઉન્ટ ડિલીટ કરવામાં નહીં આવે. કંપનીએ જણાવ્યું છે કે જો પ્રાઈવસી પોલિસીનો સ્વીકારવામાં નહીં આવે, તો વ્હોટ્સએપની ફંક્શનાલિટી ઓછી થઈ જશે. પોલિસીનો સ્વીકાર ન કરવા પર કયા ફીચર્સ કામ નહીં કરે તે અહીં જણાવવામાં આવ્યું છે. શું બંધ થઈ જશે વોટ્સઅપ?
આ સર્વિસ પર રોક લગાવવામાં આવશે : વ્હોટ્સએપે પ્રાઈવસી પોલિસીને લઈને કેટલાક ખુલાસા કર્યા છે. કંપની અનુસાર યૂઝર સતત રિમાઈન્ડર દરમિયાન જ વ્હોટ્સએપના અનેક ફીચર અવેલેબલ નહીં રહે. તે બાદ કંપની લિમિટેડ ફંક્શનાલિટી મોડમાં મુકશે. યૂઝર તેમના ચેટ લિસ્ટને એક્સેસ નહીં કરી શકે, યૂઝરને અન્ય યૂઝર પાસેથી ચેટ મળશે. પરંતુ તે માત્ર નોટિફિકેશનના માધ્યમથી વાંચી શકાશે અને જવાબ આપી શકાશે. (પ્રતિકાત્મક તસવીર)
યૂઝર્સ ઈનકમિંગ ઓડિયો કે વિડીયો કોલ રિસીવ નહીં કરી શકે. કંપનીએ હજુ સુધી સ્પષ્ટતા આપી નથી કે શરતોનો સ્વીકાર ન કરવા પર યૂઝર ઓડિયો- વિડીયો કોલ કરી શકશે કે નહીં.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફેસબુકના સ્વામિત્વવાળી કંપની તેમના યૂઝર્સ જો પ્રાઈવસી પોલિસીનો સ્વીકાર નહીં કરે તો તેમના એકાઉન્ટની ફેસિલીટી અને ફીચર્સને સીમિત કરી દેવામાં આવશે. વ્હોટ્સએપ તેમની પ્રાઈવસી પોલિસી વિશે યૂઝર્સને વારંવાર રિમાઈન્ડર આપવાનું ચાલુ રાખશે.
વ્હોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી શું છે? વ્હોટ્સએપ યૂઝર જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ કે રિસીવ કરે છે તેનો ઉપયોગ કંપની કોઈપણ જગ્યાએ ઉપયોગ કરી શકે છે. કંપની તે ડેટાને શેર પણ કરી શકે છે. અગાઉ દાવો કરવામાં આવ્યો હતો કે જો યૂઝર આ પોલિસીનો સ્વીકાર નહીં કરે તો તેના એકાઉન્ટનો ઉપયોગ નહીં કરી શકે. કંપનીએ આ દાવાની રજૂઆતને બાદમાં ઓપ્શનલ કહી હતી. આજકાલ દરેક વ્યક્તિ વ્હોટ્સએપનો ઉપયોગ કરે છે. વ્હોટ્સએપમાં ઈન્સ્ટન્ટ મેસેજની આપલે કરવામાં આવે છે.