રિલાયન્સ જિયોએ મંગળવારે પેમેન્ટ શરૂ કર્યું છે.જીઓએ સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા (એસબીઆઇ) સાથે મળીને આ લોન્ચ કર્યું છે.પેમેન્ટ બૅન્ક શરૂ થવાની સાથે સાથે લોકોને ઘરે બેઠા ઘણા બધા લાભો મળશે. RBIએ કહ્યુ કે, જિયો પેમેન્ટ બેંક 3 એપ્રિલ, 2018થી પેમેન્ટ બેંક તરીકે કાર્ય શરૂ કર્યુ છે.
RBIએ 19 ઓગસ્ટ 2015ના જિયો સહિત 11 કંપનીઓને પેમેન્ટ બેંકનું લાઇસન્સ આપ્યું હતુ. RBIએ કહ્યુ કે, જિયો પેમેન્ટ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા જૉઇન્ટ વેન્ચર છે. જેમાં RILની 80% ભાગીદારી છે.
જો કે ભારતીય એરટેલે નવેમ્બર 2016માં સૌથી પહેલા પેમેન્ટ બેંક શરૂ કરી હતી.Paytmના સંસ્થાપક વિજય શેખર શર્માની Paytm પેમેન્ટ બેંકે મે, 2017 અને ફિનો પેમેન્ટ બેંકે ગયા વર્ષે જૂનમાં કામ શરૂ કર્યું હતું.હવે અા જ ક્ષેત્રમાં JIOઅે SBI સાથે મળી પેમેન્ટ બેન્ક શરૂ કરી છે.
પેમેન્ટ બેંક કેવી રીતે કામ કરશે ?
પેમેન્ટ બેંકમાં કોઇ પણ વ્યકિત સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકશે.આ એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવવાની સુવિધા મળશે.પેમેન્ટ બેંક પાસે કસ્ટમરને સામાન્ય ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ જેવી કે મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ આપવાનો પણ ઑપ્શન હશે.