ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની Xiaomiએ નવો સ્માર્ટફોન Redmi S2 લોન્ચ કરી દીધો છે. જોવામાં આ ફોન Mi 6X જેવો જ લાગી રહ્યો છે. જેને હાલમાં જ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં પણ જલદી લોન્ચ થશે આ સ્માર્ટફોન. Redmi S2 બેઝલ લેસ સ્માર્ટફોન છે અને 18:9 એસ્પેક્ટ રેશિયો ધરાવે છે. 5.99 ઈંચની એચડી ડિસ્પ્લેવાળા આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જેમાં 4GB રેમ અને 64GB સુધીની ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે જેને માઈક્રોએસડી કાર્ડની મદદથી વધારી પણ શકાય છે. કિંમતની વાત કરીએતો Redmi S2ની શરૂઆતની કિંમત CNY 999 (અંદાજીત 10,559 રૂપિયા) જેમાં 3 GB રેમ સાથે 32 GB ઈન્ટરનલ મેમરી મળશે. જ્યારે બીજા વેરિયન્ટમાં 4GB રેમ સાથે 64GB ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે જેની કિંમત CNY 1299 (અંદાજીત 13,730 રૂપિયા) રાખવામાં આવી છે. ફોટોગ્રાફી માટે તેમાં ડ્યૂઅલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. જેમાં એક લેન્સ 12 મેગાપિક્સલ જ્યારે બીજો કેમેરા 5 મેગાપિક્સલનો છે. સેલ્ફી માટે તેમાં એલઈડી ફ્લેશ સાથે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન Android Oreo પર આધારિત છે. Redmi S2 ત્રણ કલરના વેરિયન્ટમાં આવે છે જેમાં રોઝ ગોલ્ડ, શેમ્પેઈન ગોલ્ડ અને પ્લેટિનમ સિલ્વર. આ સ્માર્ટફોનની બેટરી 3080mAhની છે. મેટલ યૂનિબોડીવાળા Redmi S2માં રિયર ફિંગરપ્રિંટ સ્કેનર આપવામાં આવ્યું છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.