ચીની સ્માર્ટફોન મેકર Xiaomi ભારતમાં એક ફ્લેગશિપ સ્માર્ટફોન Redmi K20 Pro લોન્ચ કરવાની તૈયારીમાં છે. લોન્ચ પહેલા એમનુ ટિજર અને પોસ્ટર રજુ કરી ચુકી છે. કંપનીએ વિચાર્યુ છે કે આ ફોન OnePlus 7 Proને ટક્કર દેવાનો ટાર્ગેટ સેટ કર્યો છે. આ જ કારણ છે કે OnePlus 7 Proના પોસ્ટરની બાજુમાં જ શાઓમીએ પણ Redmi K20 Pro ના પોસ્ટરને લગાવીને OnePlus 7 Proનો મજાક ઉડાવ્યો છે. જો કે ભારતમાં Redmi K20 Pro ક્યારે લોન્ચ થશે તેની તારીખ રજુ કરવામાં નથી આવી. પરંતુ કંપની આ મહીને જ લોન્ચ કરી દેશે. શાઓમીના આ સ્માર્ટફોનનો AnTuTu સ્કોર સામે આવ્યો છે. તમને જણાવી દઇએ કે અહી તેમનો સ્કોર 388,803 જોવા મળશે. અને હવે ખાલી આ સ્કોરની જ વાત કરીએ તો ખુબ જ આગળ છે. અને શાઓમી આને દુનિયાનો સૌથી તેજ ફોન કહી રહી છે. જો કે આવા બેંચમાર્કથી કોઇ પણ સ્માર્ટફોનને દુનિયાનો સૌથી ફાસ્ટના ગણાવી શકાય. કેટલીક વાર એવુ પણ જોવા મળ્યુ છે કે બેંચમાર્કના રિજલ્ટમાં હેરફેર થયો છે.
શાઓમીએ તેમના ટ્વિટર હેંડલથી એક ટ્વિટ કર્યુ છે જેમાં એક વાર ફરી Plus નુ સાઇન બનાવીને ફરી એક વાર તેમણે OnePlusની ઠેકડી ઉડાવી છે. Redmi K20 Pro છેલ્લા મહીને જ ચીનમાં લોન્ચ થઇ ગયો છે. તેમાં Snapdragon 855ની સાથે 8GB રેમ આપવામાં આવી છે. અને આમાં ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સ્કેનર પણ આપવામાં આવી છે. શાઓમી દ્રારા કરવામાં આવેલ ટ્વિટમાં એ બતાવવાની કોશીશ કરી છે કે Redmi K20 Pro નુ AnTuTu સ્કોર OnePlus 7 Pro થી વધુ છે. જેમને હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યુ છે. ચીનમાં એક નહી પરંતુ આ સિરીજના બે સ્માર્ટફોન લોન્ચ થયા છે. Redmi K20 Pro ની સાથે Redmi K20 પણ લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં આ બે સ્માર્ટફોન લોન્ચ થશે કે કંપની Redmi K20 Pro જ લોન્ચ કરશે કે કેમ એ સાફ નથી.