ભારતમાં બુધવારે રેડમી 8 સિરીઝની ઇવેન્ટમાં તેની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ ‘MIUI 11’ લોન્ચ થઈ છે. આ અપડેટમાં ડાર્ક મોડ, ‘ઓલ્વેઝ ઓન ડિસ્પ્લે’ જેવાં ફીચર આપવામાં આવ્યાં છે. ઓલ્વેઝ ઓન ડિસ્પ્લે ફીચરમાં લોક સ્ક્રીનમાં પણ સ્ક્રીન પર સમય જોઈ શકાશે. આ નવી અપડેટમાં યુઝર વીડિયો વોલપેપર અને ડાયનેમિક વોલપેપર સેટ કરી શકશે.
સર્ચિંગને સરળ બનાવવા માટે આ અપડેટમાં ફાઇલ મેનેજરમાં નવું થમ્બનેઇલ ફીચર આપવામાં આવ્યું છે. આ અપડેટમાં ફ્લોટિંગ કેલક્યુલેટરની સુવિધા પણ આપવામાં આવી છે.
આ નવી અપડેટમાં ‘mi લાઈફ’ ફીચર આપવામાં આવ્યું છે. તેમાં સ્ટેપ ટ્રેકર, વુમન હેલ્થ ટ્રેકર જેવી સુવિધા આપવામાં આવી છે. આ સાથે જ નવી અપડેટમાં નેચરલ સાઉન્ડ અને અલાર્મ, વાયરલેસ પ્રિન્ટ, ડ્યુઅલ ક્લોક, ન્યૂ ગેમ ટર્બો, mi શેર, ગેલરી મંથલી વ્યૂ, નવું પંચાંગ સહિતનાં ફીચર પણ આપવામાં આવ્યાં છે.
4 બેચમાં રોલઆઉટ કરવામાં આવશે
- પ્રથમ બેચમાં નવી અપડેટને 22 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધીમાં ‘પોકો F1’, ‘રેડમી K20’, ‘રેડમી Y3’, ‘રેડમી 7’, ‘રેડમી નોટ 7’, ‘રેડમી નોટ 7s’, ‘નોટ 7 પ્રો’ સ્માર્ટફોનમાં અપડેટ આપવામાં આવશે.
- બીજી બેચમાં 4 નવેમ્બરથી 12 નવેમ્બર સુધીમાં ‘રેડમી K20 પ્રો’, ‘રેડમી 6‘, ‘રેડમી 6 પ્રો’, ‘રેડમી 6A’, ‘રેડમી નોટ 5’, ‘રેડમી નોટ 5 પ્રો‘, ‘રેડમી 5’,‘રેડમી 5A’, ‘રેડમી નોટ 4’, ‘રેડમી Y1’, ‘રેડમી Y1 લાઈટ’, ‘રેડમી Y2‘, ‘રેડમી 4’, ‘mi મિક્સ 2’ અને ‘મેક્સ 2’ સ્માર્ટફોનમાં અપડેટ આપવામાં આવશે.
- ત્રીજી બેચમાં 13 નવેમ્બરથી 29 નવેમ્બરથી ‘રેડમી નોટ 6 પ્રો’, ‘રેડમી 7A’, ‘રેડમી 8‘, ‘રેડમી 8A‘, ‘રેડમી નોટ 8’ સ્માર્ટફોનમાં અપડેટ આપવામાં આવશે.
- ચોથી બેચમાં 18 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી ‘રેડમી નોટ પ્રો’માં અપડેટ આપવામાં આવશે.