ચીનને વિશ્વનું સૌથી પાતળું ડ્રોન બનાવવામાં અનેરી સફળતા પ્રાપ્ત કરી છે. આ ટ્રોનનુ વજન ફક્ત 75 ગ્રામ છે અને શર્ટના ખિસ્સામાં સમાવી શકાય છે. આ ડ્રોન ઓકટોબર 2016થી બજારમાં આવવાની શક્યતા છે. આ દુબળાપાતળા ડ્રોનનું નામ લાંગલોગ નેનો રખાયું છે. આ ડ્રોન ઉડ્ડયન સમયે આઈફોન-6 પ્લસ આકારનો દેખાય છે. આઈફોન-6 પ્લસનો આકાર 6.23 ઈંચ ગુણ્યા 3.07 ઈંચ છે. ગુઆંગડોન રાજ્યની ડોગગુનની ટેકનિકલ કંપનીએ આ ડ્રોનનો વિકાસ કર્યો છે.
કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) ઝિંલાંગે જણાવ્યું હતું કે આ ડ્રોનનું સંચાલન સ્માર્ટ ફોનથી કરી શકાશે. એક સાથે તે 12 મિનિટ સુધી ઉડ્ડયન કરી શકે છે. તેના વીડિયો મારફતે 720 પિકસલ એચડી રેકોર્ડિંગ કરી શકાય છે.