ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ ગ્લોબલ માર્કેટમાં ‘યુનમી ઇન્ટરનેટ રેફ્રિજરેટર’ રજૂ કર્યું છે. 3 ડોર (દરવાજા )વાળું આ રેફ્રિજરેટર 408 લિટરની ક્ષમતા ધરાવે છે. આ રેફ્રિજરેટરના ડોર પર 21 ઇંચની સ્ક્રીન લગાવવામાં આવી છે. આ સ્ક્રીનની મદદથી યુઝર વિવિધ રેસિપી વિશે જાણકારી મેળવી શકશે અને તેનો વીડિયો પણ જોઈ શકશે. રેફ્રિજરેટરમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) વોઇસ કમાન્ડ ફીચર આપવામાં આવ્યું છે. તેની મદદથી યુઝર રેફ્રિજરેટરનું અંદરનું તાપમાન બહારનાં વાતાવરણ સહિતની અનેક માહિતી જાણી શકશે. યુઝર સિંગલ ટચથી તાજી શાકભાજીઓનો ઓનલાઇન ઓર્ડર પણ કરી શકશે.
ફીચર્સ:
- શાઓમીનાં આ રેફ્રિજરેટરને ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવ્યું છે. તેની સ્પેશિયલ ક્રાઉડફન્ડિંગની કિંમત 51,000 રૂપિયા સુધીની છે.
- રેફ્રિજરેટર વોઇસ કમાન્ડ ફીચરને સપોર્ટ કરે છે.
- રેફ્રિજરેટરમાં 180 લિટરનું ફ્રીઝર અને 95 લિટરનો વેરિએબલ ટેમ્પરેચર એરિયા મળે છે. રેફ્રિજરેટરમાં 21 ઇંચની ફુલ HD વાઈડ એંગલ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેને વોઇસ કમાન્ડથી કન્ટ્રોલ કરી શકાય છે.
- વોઇસ કમાન્ડ ફીચરથી યુઝર રેસિપી અને ન્યૂઝ સહિતની અનેક જાણકારી મેળવી શકે છે. સ્માર્ટફોન સાથે રેફ્રિજરેટરને કનેક્ટર કરીને ઘરની અન્ય સ્માર્ટ પ્રોડક્ટ્સ પણ કન્ટ્રોલ કરી શકાય છે.