KIA મોટર્સ ભારતીય બજારમાં ટૂંકા ગાળામાં સૌથી ઝડપથી વિકસતી કંપની બની ગઈ છે અને કંપની દેશમાં ઘણા નવા ઈંધણથી ચાલતા અને ઇલેક્ટ્રિક વાહનો લાવવાની યોજના બનાવી રહી છે. Kia ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે કેટલાક શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક વાહનો રજૂ કરવા જઈ રહી છે, જેમાં મોટા કદની SUV પર પણ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. આમાંથી એક Kia EV9 છે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને તે 2023માં યુએસમાં લોન્ચ થશે. થોડા સમય પછી કંપની આ 3-રો SUVને ભારતમાં લોન્ચ કરશે, એવી શક્યતા છે
ઇલેક્ટ્રિક એસયુવી 6 અને 7-સીટર હશે
KIA EV9 એ ત્રણ-લાઇન SUV છે જે 6-સીટર અને 7-સીટર વેરિઅન્ટમાં લોન્ચ થવાની સંભાવના છે. તે Kiaની સૌથી મોંઘી ઇલેક્ટ્રિક એસયુવી બનવાની તૈયારીમાં છે. કંપનીએ સૌપ્રથમવાર નવેમ્બર 2021માં LA ઓટો શોમાં આ કારને શોકેસ કરી હતી અને Kiaએ ન્યૂયોર્ક ઈન્ટરનેશનલ ઓટો શોમાં EV9ના લોન્ચની પુષ્ટિ કરી છે. ઈલેક્ટ્રિક એસયુવી હ્યુન્ડાઈ મોટર્સના ઈ-જીએમપી પ્લેટફોર્મ પર બનાવવામાં આવી રહી છે જે ખાસ કરીને ઈલેક્ટ્રિક વાહનો માટે તૈયાર કરવામાં આવી છે અને કંપનીના ઈલેક્ટ્રિક વ્હીકલ લાઇનઅપમાં EV6 અને EV7ની ટોચ પર EV9નું સ્થાન લેશે.
સિંગલ ચાર્જમાં 500 કિમી સુધી ચાલશે
Kia EV9 ને રજૂ કરતાં, કોરિયન ઓટોમેકરે પુષ્ટિ કરી છે કે ઇલેક્ટ્રિક SUV ઝડપી ચાર્જિંગ સાથે પ્રદાન કરવામાં આવશે અને તેને 10-80 ટકા સુધી ચાર્જ થવામાં માત્ર 30 મિનિટનો સમય લાગશે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ મોટી SUV એક જ ચાર્જમાં લગભગ 500 KMની રેન્જ આપશે. આ સિવાય કારની કેબિન પણ હાઈટેક ફીચર્સથી સજ્જ હશે. કોન્સેપ્ટ મૉડલ ખૂબ મોટા 26-ઇંચના સંપૂર્ણ ડિજિટલ ડિસ્પ્લે સાથે આવે છે જે ઉત્પાદન મૉડલ સાથે પણ મળી શકે છે. SUV વિશાળ કદની છે, તેની લંબાઈ 4,930 mm, પહોળાઈ 2,055 mm અને ઊંચાઈ 1,790 mm છે.