ટેલિમેડિસિનથી કેન્સર સારવાર સુધી: ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક સુધારાઓ

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
4 Min Read

ટેકનોલોજી અને સેવાભાવના મિલનથી ગુજરાતની આરોગ્ય ક્રાંતિ: દેશ માટે મૉડેલ બન્યું રાજ્ય

દિલીપ પટેલ અમદાવાદ, 21 જુલાઈ 2025

ગુજરાતના પાટણમાં ટેલિમેડિસિનનો 2003માં શરૂ થયેલો પાયલોટ પ્રોજેક્ટ હવે આખા ગુજરાતમાં લાગુ થઈ ગયો છે.
ટેલિમેડીસીન સેવાઓ થકી રાજ્યના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા વ્યક્તિ સુધી પણ નિષ્ણાત તબીબોની સેવા- તબીબી પરામર્શ સુપેરે પહોંચાડી રહી છે. બે વર્ષમાં 61 લાખ દર્દીઓએ રાજ્યમાં ટેલિમેડિસિન – ટેલી કન્સલ્ટેશન કરવામાં આવ્યા હતા. દેશમાં 10 કરોડ અને ગુજરાતમાં 30 લાખ લોકોને 2023માં ઓનલાઈન ડોક્ટરની મદદ કરવામાં આવી હતી.

ગુજરાતમાં ટેલિમેડિસિન સિસ્ટમ

ગુજરાત ખાસ કરીને ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં આરોગ્ય સંભાળની પહોંચ અને ડિલિવરી સુધારવા માટે સક્રિયપણે ટેલિમેડિસિન અપનાવી રહ્યું છે. દર્દીઓ તેમના ઘરના આરામથી ડોકટરોની સલાહ લઈ શકે છે, મુસાફરીનો સમય, ખર્ચ અને રાહ જોવાના રૂમમાં વિલંબ ઘટાડે છે. આરોગ્યસંભાળ ખર્ચ ઘટાડી શકે છે. વર્ચ્યુઅલ ચેક-ઇન અને રિમોટ મોનિટરિંગ ડાયાબિટીસ અને હાયપર ટેન્શન જેવા ક્રોનિક રોગો માટે ચાલુ સંભાળને સરળ બનાવે છે.
ટેલિમેડિસિન ચેપના સંપર્કમાં આવવાનું જોખમ ઘટાડે છે. ડેટા સુરક્ષા અને ગોપનીયતા જળવાતી નથી.

E sanjeevani.jpg

ઈ સંજીવની

ગુજરાત રાષ્ટ્રીય eSanjeevani પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, જે દર્દી-થી-ડોક્ટર (eSanjeevaniOPD) અને ડૉક્ટર-થી-ડોક્ટર (eSanjeevani AB-HWC) ટેલિમેડિસિન દ્વારા સારવાર આપે છે.

દર્દીઓને હબ-એન્ડ-સ્પોક મોડેલનો ઉપયોગ કરીને નિષ્ણાતો સાથે જોડે છે.

eSanjeevaniOPD વ્યક્તિને મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઘરેથી બહારના દર્દીઓની સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.
શાળાના બાળકો માટે ડિજિટલ હેલ્થ કાર્ડ્સ (ABHA કાર્ડ્સ) લાગુ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય હતું. આ કાર્ડ્સ આરોગ્ય ડેટાને ટ્રેક કરે છે અને પોષણ અને જ્ઞાનાત્મક વિકાસનું નિરીક્ષણ સુધારવાનો હેતુ ધરાવે છે. ઓલ ગુજરાત ન્યુઝના અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારે ટેલિ-આઈસીયુ સેવાઓ માટે એક પાયલોટ પ્રોજેક્ટની યોજના બનાવી છે, જેમાં ગ્રામીણ આઈસીયુમાં ગંભીર દર્દીઓને શહેરી કેન્દ્રોના નિષ્ણાતો સાથે જોડવા માટે ઓડિયો અને વિડિયો સુવિધાઓ સાથે મોબાઇલ કિઓસ્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એનજીઓ

ડૉ. કેઆર શ્રોફ ફાઉન્ડેશન (KRSF) અને ગ્રામ સેવા ટ્રસ્ટ (GST) જેવી NGO એ ડાંગ જિલ્લાના આદિવાસી ગામડાઓમાં ટેલિમેડિસિન કાર્યક્રમો શરૂ કરવા માટે સહયોગ કર્યો છે.

Tele radiology.jpg

ટેલિ-રેડિયોલોજી:

ગ્રામીણ વિસ્તારોમાં વિશિષ્ટ રેડિયોલોજિસ્ટને એક્સેસ પ્રદાન કરવા માટે હબ અને સ્પોક મોડેલનો ઉપયોગ કરીને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ (CHCs) માં ટેલી રેડિયોલોજી થાય છે.

વીમો

ગુજરાતની હેલ્થ કેર સિસ્ટમમાં “પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા” યોજનામાં રૂ. 10 લાખની વીમો મળે છે. 2 કરોડ લોકો આયુષ્માન કાર્ડ ધારક હતા.

ફેબ્રુઆરી 2022થી બે વર્ષના ટુંકા ગાળામાં 8 લાખ મોતીયાના ઓપરેશન કરવામાં આવ્યા છે. ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે.

ડાયાલિસિસ

તમામ જિલ્લાઓમાં ડાયાલિસિસ કેન્દ્ર છે. હાલ રાજ્યમાં 272 નિ:શુલ્ક ડાયાલિસિસ કેન્દ્રોમાં દર મહિને અંદાજે 50 હજાર જેટલા ડાયાલિસિસ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યા છે.

સેન્સર

કેન્સરની બીમારીમાં ડે-કેર કિમો થેરાપી સેન્ટર છે. 1 લાખ કિમોથેરાપી સેશન કરવામાં આવે છે. કેન્સર હોસ્પિટલમાં સાયબર નાઇફ જેવા રોબોટિક મશીનની મદદથી રેડિયોથેરાપીની સારવાર શરૂ કરનાર ગુજરાત પ્રથમ છે.

2 વર્ષ પહેલા રાજ્યમાં 31 મેડિકલ કૉલેજમાં 5500 MBBS ની બેઠકો વધીને 40 મેડિકલ કૉલેજમાં 7050 બેઠકો છે.
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર 8800 છે.

Smart Referral App.jpg

સ્માર્ટ રેફરલ એપ

“સ્માર્ટ રેફરલ એપ” બનાવવામાં આવી છે. એપ્રિલ 2023માં સ્માર્ટ રેફરલ એપ અંતર્ગત પાયલટ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. હાઇ રીસ્ક સગર્ભાઓ, નવજાત શિશુ, ગંભીર પ્રકારની બિમારીથી પીડાતા દર્દી અને ઈમરજન્સી સેવાઓને સરળ અને સધન બનાવવાના એપ કામ કરે છે. ઓલ ગુજરાત ન્યુઝના અહેવાલ પ્રમાણે જેનાથી હોસ્પિટલના તબીબો, આઇ.સી.યુ.ની સુવિધા, ઓક્સિજનની ઉપલબ્ધતા, બ્લડની ઉપલબ્ધતા જેવી અગત્યની સેવાઓની રીયલ ટાઇમ માહિતી દર્શાવવામાં આવે છે. જે આકસ્મિક સારવારમાં દર્દી અને તબીબ બંને માટે કારગત નીવડે છે.

93 હોસ્પિટલ

આરોગ્ય વિભાગ દ્વારા રાજયની 6 સરકારી મેડિકલ કોલેજ, 8 GMERS કોલેજ, 21 ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને 58 સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ મળીને 93 હોસ્પિટલમાં “પેશન્ટ હેલ્થ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન”ની શરૂઆત કરવામાં આવી છે.

“SRESTHA” શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત 500 મિલિયન યુ.એસ. ડોલરની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી 350 મિલિયન યુ.એસ. ડોલર વર્લ્ડ બેંક દ્વારા અને બાકીનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો.

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.