સુધાંશુ પાંડેએ સોશયલ મીડિયામાં આ બનેલ ઘટનાનો વીડિયો શૅર કર્યો છે ટીવી સિરિયલ અનુપમા ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે આ સિરિયલના તમામ કલાકારો ઘેર ઘેર જાણીતા છે હાલમાંજ સિરિયલના સેટ પર એક એવી ઘટના બનીકે સિરિયલની કાસ્ટ ને ક્રૂ જ નહીં પણ ચાહકો પણ થોડી વાર માટે ચિંતામાં મૂકાઈ ગયા હતા સિરિયલમાં વનરાજનું પાત્ર ભજવતા સુધાંશુ પાંડેએ એક વીડિયો સોશયલ મીડિયામાં શૅર કર્યો હતો આ વીડિયો પ્રમાણે સેટ પર સાપ આવી ગયો હતો સુધાંશુએ સોશયલ મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો આ વીડિયોમાં સુધાંશુ સાપને પકડવાનો પ્રયાસ કરે છે અંતે તે સાપને બોટલમાં બંધ કરીને સેટની બહાર મૂકી આવે છે આ દરમિયાન કો સ્ટાર્સ તથા ક્રૂ મેમ્બર્સે પણ સુધાંશુને મદદ કરી હતી આ વીડિયો શૅર કરીને સુધાંશુએ કહ્યું હતું ફિલ્મસિટીમાં અમારા સેટના મેકઅપ રૂમમાં આજે બેબી કોબ્રા આવી ગયું અને તેને બહાર મૂકીને આવ્યો ફિલ્મસિટી સંજય ગાંધી નેશનલ પાર્કનો જ હિસ્સો છે.
તમને અહીંયા દરેક પ્રકારના જાનવરો જોવા મળશે આપણે અહીંયા રહી શકીએ છીએ પરંતુ જાનવરો પાસે જવાની જગ્યા ના રહે તે રીતે તેમનું સ્થાન છીનવી શકીએ નહીં આપણે જંગલોને બચાવવા માટે કામ કરવું જોઈએ અને વધુ વૃક્ષો વાવવા જોઈએ પ્રકૃતિ માતાની મદદ કરો આપણે તથા બાળકો સ્વસ્થ રહે તે માટે આપણે મદદ કરવી જોઈએ સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે હું આર્મી ઓફિસર બનવા માગતો હતો મેં નૈનીતાલની આર્મી સ્કૂલમાં મારો અભ્યાસ પણ કર્યો છે ગુડ લુકને કારણે મને અનેક મૉડલિંગ ઑફર્સ થઈ હતી 19 વર્ષની ઉંમરથી મેં મોડલિંગ કરવાનું શરૂ કર્યું અને પછી ગ્લેમર વર્લ્ડનો હિસ્સો બની ગયો સુધાંશુને આ સિરિયલમાં કામ કરવાના એક દિવસના 85 હજાર રૂપિયા મળે છે સુધાંશુ પાંડે આ સિરિયલ પહેલાં ઘણાં મ્યૂઝિક વીડિયો તથા ફિલ્મમાં જોવા મળ્યો છે આ જ કારણથી મેકર્સે સુધાંશુને વધુ ફી આપી છે સુધાંશુ પણ મહિનામાં 25 દિવસ શૂટિંગ કરે છે આ હિસાબે તેને મહિને 21 લાખ 25 હજાર રૂપિયા મળે છે.