જે વાતની આશા હતી તે જ થયુ ટાઇગર જીંદા હૈ આ વર્ષ 2017ની પહેલી ફિલ્મ છે જે વીકેંડ પર સૌથી વધુ કમાણી કરતી બોલીવૂડ ફિલ્મ છે. બાહુબલી 2 આ રેકોર્ડમાં પહેલા નંબર ઉપર છે. પરંતુ તે એક તેલુગુ ફિલ્મનું વર્ઝન છે. બાહુબલી 2 એ પહેલા જ અઠવાડિયાના 127 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી ચુક્યુ હતુ.
સલમાન ખાનની ફિલ્મ ટાઇગર જીંદા હૈ રિલીઝ થયુ તે જ અઠવાડિયામાં 100 કરોડની કમાણી પર પહોંચી ચુક્યુ હતુ. આ ફિલ્મે ત્રણ દિવસમાં 114.93 કરોડની કમાણી કરી લીધી હતી. બોક્સ ઓફિસ પર 100 કરોડમાં પ્રવેશ કરવાવાળી આ 12મી ફિલ્મ છે. આ કામયાબી પ્રાપ્ત કરવામાં સલમાન ખાન બોલિવુડના એક જ એક્ટર છે. જેની સૌથી વધુ ફિલ્મ 100 કરોડ ક્લબમાં પ્રવેશી છે.