ઇટલીના સીક્રેટ લગ્ન પછી નવી વહુ અનુષ્કા તેમના હમસફર વિરાટ કોહલી સાથે તેમના સાસરે આવી ગયા છે. 21 ડિસેમ્બરના રોજ વિરાટ અને અનુષ્કાના રીસેપ્સનની તૈયારીઓ ચાલી રહી છે. દિલ્લીમાં રિસેપ્સનની ચર્ચા થઇ રહી છે કે ક્યાં મહેમાનોને બોલાવવા એક રીપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યુ છે કે વિરાટ અને અનુષ્કાના જે સંબંધીઓ આવી નથી શક્યા તેને બોલાવવામાં આવશે.
જાણવા મળ્યુ છે કે દિલ્લી આવતાં જ તેમણે રીસેપ્સનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના 11 ડિસેમ્બરના રોજ મેરેજ થયા. સીક્રેટ મેરેજ અને હનીમૂન પછી હવે કપલ દેશ પહોંચ્યુ છે. સોશયલ મિડીયા પર તેમના કેટલાક ફોટો વાયરલ થયા છે. જાણવા મળ્યુ છે કે આ ફોટો વિરાટ કોહલીના ઘરનો છે જ્યાં અનુષ્કા તેમના પતી સાથે તેમના સંબંધીઓને મળી રહી છે.